iskcon accident case – 1684 હજાર પાનાની ચાર્જશીટ તૈયાર, પોલીસ અમદાવાદ જિલ્લા કોર્ટ પહોંચી

By: nationgujarat
27 Jul, 2023

ગત બુધવારે (19 જુલાઈએ) મોડીરાત્રે અકસ્માત સર્જીને ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારની અડફેટે 9-9 લોકોને તથ્ય પટેલે કચડી માર્યા હતા. ત્યારબાદ તે પોલીસ સમક્ષ હાજર થયો હતો. ત્યારબાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમિયાન 24મી જુલાઈએ આરોપીને કોર્ટમાં રજૂ કરાતા જેલહવાલે કરાયો હતો. ત્યારે આરોપી તેના પિતા સાથે જેલમાં છે ત્યારે પોલીસ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયાના ત્રીજા દિવસે એટલે કે આજે ચાર્જશીટ ફાઈલ કરવા અમદાવાદ કોર્ટમાં પહોંચી છે. ટ્રાફિક-પોલીસ દ્વારા અત્યારસુધીમાં રજૂ કરવામાં આવેલી આ સૌથી ઝડપી ચાર્જશીટ છે. ટ્રાફિક પોલીસ આજે 1684 હજાર પેજની ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરવા પહોંચી છે. એસીપી એસ.જે. મોદી અને PI વી.બી. દેસાઈ કોર્ટમાં ચાર્જશીટ લઈને પહોંચ્યા છે.

તથ્ય સામે 308ની કલમ દાખલ કરવામાં આવી
આવતી કાલે સવારે 11 વાગ્યે 5000 પાનાની ચાર્જશીટ પોલીસ કોર્ટમાં રજૂ કરશે. તથ્યના કેસની તપાસ પૂર્ણતાને આરે છે. આવતી કાલે કોર્ટમાં તમામ કાગળો રજૂ કરવામાં આવશે. તથ્ય અકસ્માત કેસમાં 308ની કલમ દાખલ કરવામાં આવી છે. નામદાર કોર્ટમાં કલમ ઉમેરવાની મંજૂરી આપવામાં આવી છે. તથ્ય મામલે dna રિપોર્ટ હાલ મળી ગયો છે. પોલીસ તે જોઈને સબમિટ કરશે.

આરોપીઓ વિરુદ્ધ આ કલમો નોંધાઈ
ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં એસજી 2 ટ્રાફિક પીઆઇ વી.બી.દેસાઈ ફરિયાદી બન્યા છે. ત્યારે IPC 304, 279, 337, 338, મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 આ ઉપરાંત માનવવધ કલમ 304 અને 279 બેજવાબદારીપૂર્વક વાહન ચલાવવા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ 184 ઓવરસ્પીડમાં કાર ચલાવવાને લઇ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લોકોના જીવ સાથે ચેડાં કરવા અને એમાં કોઈનું મોત નીપજતાં કલમ 377, 338 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

જેગુઆર કારનો UKથી રિપોર્ટ આવ્યો
ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં નિર્દોષ લોકોનાં મોત થયાં હતાં. આ સમગ્ર અકસ્માત દરમિયાન કારની કેટલી સ્પીડ હતી, એ જાણવા માટે અલગ-અલગ એજન્સીઓની મદદ લેવામાં આવી હતી, જેમાં હવે જેગુઆર કારનો યુકેથી રિપોર્ટ આવી ગયો છે. એ રિપોર્ટની અંદર અકસ્માત પહેલાં કારની સ્પીડ 137 પ્રતિ કલાક હતી, જ્યારે કાર લોકો સાથે અથડાઈ ત્યારે એની સ્પીડ રોકાતાં રોકાતાં 108 પ્રતિ કલાક થઈ હતી અને કાર ત્યાર બાદ લોક થઈ ગઈ હતી.


Related Posts

Load more