બિહાર વિધાનસભામાં હંગામા બાદ પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપના નેતાઓ પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં ભાજપના એક નેતાનું મોત થયું છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે પટનામાં ડાકબંગલા ચોક પર પોલીસે બળપ્રયોગ કર્યો હતો. જહાનાબાદ શહેરમાં થયેલા લાઠીચાર્જમાં ભાજપના મહાસચિવ વિજય કુમાર સિંહનું મોત થયું છે.પોલીસના લાઠીચાર્જમાં વિજય ઘાયલ થયો છે. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આ મામલે નીતિશ સરકારને આડે હાથ લીધીછે.આ પહેલા ગુરુવારે પણ ગૃહમાં ભારે હોબાળો થયો હતો. શિક્ષકોની નિમણૂકનો મુદ્દો ઉઠતાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભાજપના સભ્યો વેલ પહોંચ્યા અને સરકારને ઘેરી અને પ્રદર્શન કર્યું, ત્યારબાદ ભાજપના બે ધારાસભ્યોને વિધાનસભામાંથી બહાર કાઢવામાં આવ્યા. બાદમાં રેલી કાઢી રહેલા ધારાસભ્યો અને આગેવાનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.