વિશ્વકપની અડધી મેચો પુર્ણ થઇ છે સેમિફાઇનલ માટે ખરા ખરીનો જંગ ચાલી રહ્યો છે ત્યારે ટીમને જે બેટરો પણ વિશ્વાસ હતો તે બેટર એક સિક્સ ફટકારી શકયા નથી. તેમના ખરાબ પ્રદર્શનથી ટીમ નારાજ હોઇ શકે છે.તો બીજી તરફ રોહીત શર્મા અને ક્વિન્ટન ડી કોક જેવા બેટ્સમેનો સિક્સર મારી સ્કોર કરવામાં પ્રથમ રહ્યા છે. હેનરિક ક્લાસેન પણ ઘણી સિક્સર મારી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે ઘણા એવા બેટ્સમેન છે જે હજુ પણ સિક્સર મારવા માટે તલપાપડ છે. ટૂર્નામેન્ટમાં લગભગ અડધી મેચો રમાઈ છે. પરંતુ ઘણા મોટા બેટ્સમેન એક વખત પણ સિક્સર માટે બોલ મોકલી શક્યા નથી. આ કારણે તે પોતાની ટીમ માટે મુશ્કેલી બની ગયો છે. આજે અમે તમને એવા 7 બેટ્સમેન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે 100+ બોલ રમ્યા પછી પણ 2023 વર્લ્ડ કપમાં એક પણ સિક્સર નથી ફટકારી.
માર્નસ લાબુશેન- 187 બોલ
ઓસ્ટ્રેલિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન માર્નસ લાબુશેને આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 187 બોલનો સામનો કર્યો છે. પરંતુ તે એક વખત પણ સિક્સર ફટકારી શક્યો નથી. 4 મેચમાં તેણે 64ના સ્ટ્રાઈક રેટથી માત્ર 121 રન બનાવ્યા છે. તે ટૂર્નામેન્ટમાં માત્ર 4 ચોગ્ગા જ ફટકારી શક્યો છે.
ઇમામ ઉલ હક- 162 બોલ
પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ઈમામ ઉક હક પણ આ યાદીમાં છે. ઇમામ આ વર્ષે પાવરપ્લેમાં એક પણ સિક્સર ફટકારી શક્યો નથી. વર્લ્ડ કપમાં તેણે 21 ચોગ્ગા ફટકાર્યા હતા પરંતુ એક પણ સિક્સર ફટકારી શક્યા નહોતા. અત્યાર સુધી તેના નામે 5 મેચમાં 150 રન છે.
મેહદી હસન મિરાજ- 158 બોલ
બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર મેહદી હસન મિરાજ પણ વર્લ્ડ કપ 2023માં એક પણ સિક્સર ફટકારી શક્યો નથી. 5 મેચમાં તેના નામે માત્ર 69ના સ્ટ્રાઈક રેટથી 109 રન છે. પ્રથમ મેચમાં તેણે અફઘાનિસ્તાન સામે અડધી સદી ફટકારી હતી પરંતુ તે પછી તેનું બેટ શાંત થઈ ગયું છે.
કોલિન એકરમેન- 150 બોલ
નેધરલેન્ડનો કોલિન એકરમેન પણ વર્લ્ડ કપ 2023માં બોલને મેદાનની બહાર મોકલી શક્યો નથી. તેણે 4 મેચમાં 127 રન બનાવ્યા છે. તેણે ન્યુઝીલેન્ડ સામે 69 રનનું યોગદાન આપ્યું હતું. પરંતુ તેણે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 14 ચોગ્ગા ફટકાર્યા છે. પરંતુ 150 બોલ રમ્યા બાદ પણ તે સિક્સર ફટકારી શક્યો નહોતો.
તૌહીદ હૃદય – 121 બોલ
તૌહીદ હૃદયને બાંગ્લાદેશ ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવે છે. તેને વર્લ્ડ કપની પ્રથમ 4 મેચમાં રમવાની તક મળી હતી પરંતુ તે સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો હતો. 4 મેચની ત્રણ ઇનિંગ્સમાં તેણે 56ના સ્ટ્રાઇક રેટથી 68 રન બનાવ્યા છે. આમાં માત્ર બે ચોગ્ગા સામેલ છે. સિક્સર મારવાનો પ્રશ્ન બહુ દૂરનો છે.
કુસલ પરેરા- 109 બોલ
શ્રીલંકાના વિકેટકીપર બેટ્સમેન કુસલ પરેરા તેની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. ODI ક્રિકેટમાં તે 92ના સ્ટ્રાઈક રેટથી રન બનાવે છે. 2023 વર્લ્ડ કપમાં અત્યાર સુધી પરેરા 4 મેચમાં 14 ચોગ્ગાની મદદથી માત્ર 90 રન જ બનાવી શક્યો છે. જેમાં એક જ મેચમાં 78 રનની ઇનિંગ સામેલ છે
સ્ટીવ સ્મિથ- 101 બોલ
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથે વર્લ્ડ કપમાં અત્યાર સુધી નિરાશ કર્યા છે. 4 મેચમાં તેના બેટમાંથી માત્ર 72 રન જ આવ્યા છે. તે શ્રીલંકા સામે ખાતું પણ ખોલી શક્યો નહોતો. ભારત સામે 46 રન બનાવ્યા બાદ તેનું બેટ શાંત થઈ ગયું છે. અત્યાર સુધી સ્મિથે 71ની સ્ટ્રાઈક રેટ અને 18ની એવરેજથી રન બનાવ્યા છે. આમાં કોઈ છ સામેલ નથી.