5મી ટેસ્ટ મેચ દિવસ 2: ટીમ ઈન્ડિયાએ 300 રનનો આંકડો પાર કર્યો

By: nationgujarat
08 Mar, 2024

ટીમ ઈન્ડિયાને યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા અને શુભમન ગીલના રૂપમાં ત્રણ વિકેટ ગુમાવી છે, રોહિત શર્માને આઉટ કરીને બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડ માટે પુનરાગમન કર્યું અને એન્ડરસને શુભમન ગિલની વિકેટ લઈને ટીમ ઈન્ડિયાના રન રેટ પર બ્રેક લગાવી દીધી. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી પ્રથમ દાવમાં 91 રનની લીડ મેળવી લીધી છે. ભારતે 300 રનનો આંકડો પાર કરી લીધો છે. સ્કોરબોર્ડ

આ પહેલા કેપ્ટન રોહિત અને શુભમન ગીલે સદી ફટકારી હતી. લંચ સુધી ભારત પાસે 46 રનની લીડ હતી (264/1). ભારતે 250 રનનો આંકડો પાર કરી લીધો છે. રોહિત (103) અને શુભમન ગિલ (110) રન બનાવીને આઉટ થયા હતા. બીજા દિવસની રમતમાં રોહિત અને ગિલ બંનેએ શરૂઆતથી જ શાનદાર બેટિંગ કરી હતી.

દેવદૂત 36 બોલમા 31 રન  અને સરફરાઝ 22 બોલ મા 8 રન કરી ક્રિઝ પર છે.

ભારતીય પ્લેઈંગ 11: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, દેવદત્ત પડિકલ, રવિન્દ્ર જાડેજા, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ.


Related Posts

Load more