રક્ષાબંધન ના તહેવાર સમયે આ ફિલ્મો મચાવશે ધમાલ, રિલિઝ થઇ છે કુલ 7 ફિલ્મ

By: Nation Gujarat Team
24 Aug, 2026

હવે તહેવારોની સિઝન શરૂ થઇ છે, ટુંક દિવસમાં રક્ષાબંધનનો તહેવાર આવાનો છે એટેલ કે 26,27,28 બોક્સ ઓફિસમાં એન્ટરટેન્ટમાટે આ વિકેન્ડ ખાસ બનાવાનું છે. આ દિવસોમાં સિનેમાઘરોમાં 7 નવી ફિલ્મો આવી રહી છે એટલે ફિલ્મ જોવાના રસિકોને ભરપુર ઓપશન મળી રહેશે. આ વિકમાં હિન્દી થી લઇ સાઉથ અને ઇંગ્લીશ ફિલ્મો રિલિઝ થવા જઇ રહી છે. ફિલ્મ રસિકોને રોમાન્સ, થ્રિલર, સસ્પેન્સ વાળી ફિલ્મો નું ઓપ્શન મળી રહેશે. લોકોમાં પહેલાથી જ ઉત્સુકતા જગાવનાર ટોક્સિક, અરશદ વારસી, અનુપમ ખેર સહિક ઘણા સાઉથના જાણિતા કલાકારોની ફિલ્મ આવી રહી છે.

ટોક્સિક 26 તારીખ બુધવારે રિલિઝ થવા જઇ રહી છે. આ ફિલ્મને લઇ સો.મીડિયામાં એટલો ક્રેઝ છે કે ફિલ્મની એડવાન્સમાં બુકિંગો થઇ ગઇ છે. એડવાન્સ બુકિંગમાં તો આ ફિલ્મે ધુરંઘર ફિલ્મનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. યુવાનોમાં ખાસ આ ફિલ્મ જોવા માટે એક અલગ જ ક્રેઝ સો.મીડિયાને કારણે વધી રહ્યો છે.

અરશદ વારસીની ફિલ્મ જીવન વિમા યોજના બુધવારે આવી રહી છે. આ ફિલ્મ પણ ડાર્ક ક્રાઇમ કોમેડ થ્રીલર છે. આ ફિલ્મા અરશદ વારસી સાથે સંજીદા શેખ પણ જોવા મળશે. આ ફિલ્મમાં અરશદ વારસી પહેલી વખત ડબલ રોલમાં જોવા મળશે.

ભોગી તારીખ 28 ઓગસ્ટે રિલિઝ થશે. પૈન ઇન્ડિયાની ફિલ્મ ભોગી શુક્રવારે થિયેટરમાં થશે રિલિઝ. આ ફિલ્મ તેલુગુ એકશન ફિલ્મ છે. આ સિવાય 28 તારીખ શુક્રવારના રોજ ખોસલા કા ઘોસલા પણ રિલિઝ થવાની છે. 20 વર્ષ પહેલા અનુપમ ખેર આ ફિલ્મ લઇને આવ્યા હતા. આ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં રણવિર શૌરી જેવા સ્ટાર કલાકારો જોવા મળશે આ સિવાય વધુ એક ફિલ્મ મહાપ્રભુ જનગન્નાથ પણ આ જ તારીખે રિલિઝ થવાની છે. આ ફિલ્મ એક એનિમેટેડ ફિલ્મ છે. આ ફિલ્મની સ્ટોરી ભગવાન જગન્નાથ પર વિશ્વાસ રાખનાર બલરામની છે. બાળકોને આ ફિલ્મ બતાવી જોઇએ અને તેંમને ખૂબ ગમે તેવી ફિલ્મ છે.

શુક્રવારે વધુ એક ફિલ્મ ધ ડોગ સ્ટાર્સ પણ રિલિઝ થશે. આ ફિલ્મ ડ્રામા બેઝ રહેવાની છે. કોયાટ વર્સીસ એક્મે  હોલીવુડની ફિલ્મ છે. આ ફિલ્મનુ ડાયરેક્શન ડેવ ગ્રીને કર્યુ છે. તો આ વિક ફલ્મોથી ભરપુર રહેવાની છે.


Related Posts

Load more