All Gujarat Rain and Weather Updates : ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભલે મેઘરાજાની મોડી પધરામણી થઇ પણ ગઇકાલે લગભગ 107 તાલુકામાં મેઘમહેર નોંધાતા ગુજરાતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ગરમીથી મહદઅંશે રાહત મેળવી હતી. જોકે સૌથી વધુ વરસાદ ગુજરાતના સુરત, વલસાડ, જૂનાગઢ અને ગીર સોમનાથ પર મેઘરાજાએ કૃપા વરસાવી હતી.
સુરત-વલસાડના અનેક તાલુકામાં સરેરાશ 7 ઈંચ જેટલો વરસાદ
સુરત અને વલસાડના વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં 7.99 ઈંચ, બારડોલીમાં 7.76 ઈંચ, મહુવામાં 7.52 ઈંચ, અંબિકામાં 6.46 ઈંચ, ઉમરપાડામાં 4.72 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડના ઉમરગામમાં 7.72 ઈંચ, વાપીમાં 7.44 ઇંચ અને પારડીમાં 4.45 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે બંધે જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.નર્મદામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદના દોરને પગલે હાલમાં ડેમમાં 39315 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલમાં સરદાર સરોવર ડેમની સપાટી 126.17 મીટરે પહોંચી ગઇ છેપોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ અને સુરતમાં હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક એટલે કે 10 થી 1 વાગ્યા માટે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.