અમદાવાદમાં AMTS બસ અને ટુ વ્હીલરનો અકસ્માત, 12 વર્ષના બાળકનું મોત

By: nationgujarat
24 Dec, 2025
અમદાવાદ: શહેરમાં વધુ એક અકસ્માતે નિર્દોષનો જીવ લીધો છે. શહેરના અનુપમ બ્રિજ ઉપર એએમટીએસ બસ અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આજે થયેલા આ ગોઝારા અકસ્માતમાં માતા સાથે જઈ રહેલા 12 વર્ષ હેનિલ ગુપ્તા નામના કિશોરનું મોત નીપજ્યું છે. ટ્રાફિક એચ ડિવિઝન પોલીસે એએમટીએસ બસ ચાલકની ધરપકડ કરી લીધી છે. હાલ ટ્રાફિક એચ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ આ અકસ્માતમાં સીસીટીવી થકી પણ તપાસ કરવામાં આવશે.
માતા સાથે જઈ રહ્યો હતો દીકરો

આ અંગે મળતી માહિતી પ્રમાણે, આજે (24 ડિસેમ્બર) સવારે 10.30 કલાકની આસપાસ શહેરના ટ્રાફિકથી ધમધમતા અનુપમ બ્રિજ પર બસ અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં 12 વર્ષના હેનિલ ગુપ્તા નામના બાળકનું મોત નીપજ્યું છે. મહિલા પોતાના 12 વર્ષના બાળકને ટુ વ્હીલર પર લઇને જઇ રહી હતી. આ દરમિયાન અનુપમ બ્રિજ પર બસ અને ટુ વ્હીલર અથડાતા બાળક અને માતા ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં બાળકને ગંભીર ઇજા પહોંચતા તેને એલ.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
અનુપમ બ્રિજ પર ગત બુધવારે જ થયો હતો મોત

અમદાવાદના અનુપમ બ્રિજ પર અવારનવાર અકસ્માત થાય છે અને તેમાં અનેક લોકોના જીવ ગયાનું સામે આવ્યું છે. છ દિવસ પહેલા જ એટલે કે, ગત બુધવારે પણ અહીં એક અકસ્માતમાં યુવતીનું મોત નીપજ્યા હતા. બુધવારે મોડી રાતે અનુપમ બ્રિજથી મદ્રાસી મંદીર રોડ નજીક આવેલી અયોધ્યા સોસાયટી પાસે ડમ્પરે ટુવ્હીવરને ટક્કર મારી હતી. ટુવ્હીલર પર જતી યુવતીને ડમ્પર ચાલકે પાછળના ભાગેથી ટક્કર મારી હતી. જેના કારણે 22 વર્ષીય યુવતી ખુશ્બુ ગુપ્તાને માથામાં ગંભીર ઇજા થઈ હતી. જેથી યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છવાયો હતો. આ અકસ્માતમાં આઈ ડિવિઝન ટ્રાફીક પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલકની ઘટના સ્થળેથી જ અટકાયત કરવામાં આવી હતી.

Related Posts

Load more