Maharashtra Nagar Parishad and Nagar Panchayat Election : ભાજપે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ હવે મહારાષ્ટ્રમાંથી ખુશખબર મળી છે. રાજ્યમાં બે ડિસેમ્બરે નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે, જોકે તે પહેલા જ ભાજપના 100 કોર્પોરેટર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ભાજપના અધ્યક્ષ રવિેન્દ્ર ચવ્હાણે કહ્યું કે, પાર્ટીના 100 કોર્પોરેટર કોઈપણ મુકાબલા વગર જીતી ગયા છે. આ ઉપરાંત ભાજપના ત્રણ ઉમેદવારો નગર પરિષદની ચૂંટણી વગર અધ્યક્ષ પણ બની ગયા છે.
ઉત્તર અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભાજપના 90 ઉમેદવાર બિનહરીફ
ભાજપ અધ્યક્ષે કહ્યું કે, કોંકણ વિસ્તારમાંથી ચાર, ઉત્તર મહારાષ્ટ્રમાં 49, પશ્ચિમ મહારાષ્ટ્રમાં 41 અને મરાઠાવાડા અને વિદર્ભમાંથી ત્રણ-ત્રણ ભાજપ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. મતદાન પહેલા જ આટલી બધી બેઠકો મળી ગઈ છે, જે ભાજપ સંગઠનની મજબૂતી દર્શાવે છે. તેમણે જીતનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને આપ્યો છે.
ભાજપ નેતાઓના સંબંધીઓ બિનહરીફ ચૂંટાતા વિવાદ
આ પણ વાંચો : લખનઉ : ફક્ત 101 રૂપિયાની ઉધારીના ઝઘડામાં જેણે નોકરી અપાવી એની જ કરી નાખી હત્યા
વિપક્ષે બિનહરીફ મુદ્દે વાંધો ઉઠાવ્યો
ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા બાદ વિપક્ષે વાંધો ઉઠાવ્યો છે. શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે, ‘અમને બિનહરીફ ચૂંટાવા પર વાંધો નથી, પરંતુ માત્ર ભાજપના ઉમેદવારો કોઈપણ મુકાબલો લડ્યા વગર વારંવાર કેવી રીતે બિનહરીફ જીતી જાય છે? ભાજપ પૈસા, શક્તિ અને તાકાતનો ઉપયોગ કરીને લોકશાહી પ્રક્રિયાને નુકસાન પહોંચાડી રહ્યું છે. કોંગ્રેસ નેતા યશોમતી ઠાકુરે આક્ષેપ કર્યો છે કે, ‘અન્ય ઉમેદવારોના નામ પરત ખેંચવા માટે ધમકાવવામાં આવી રહ્યા છે.