100ની સ્પીડમાં જતી બોલેરોએ 5 ગુલાંટી મારી,બ્રિજને અથડાઈને જાતે સીધી થઈ ગઈ, ડ્રાઇવરે 1.5 કિમી ગાડી ચલાવી

By: Nation Gujarat Team
23 Nov, 2025

ઉત્તરપ્રદેશમાં ગોરખપુર હાઇવે પર ફિલ્મી દૃશ્યો સર્જાયા. 100 કિમી/કલાકની ઝડપે દોડતી એક બોલેરો કારે કાબુ ગુમાવ્યો. તે ટાટા મેજિક સાથે અથડાઈ, પછી પાંચ કે છ વાર પલટી ગઈ અને લગભગ 100 મીટર સુધી ઢસડાઈ ગઈ. પછી, ફિલ્મી સ્ટાઇલમાં તે ફ્લાયઓવર સાથે અથડાઈ અને સીધી થઈ ગઈ.

ડ્રાઇવરે બોલેરોને લગભગ દોઢ કિલોમીટર સુધી ચલાવી. ત્યારબાદ તેણે બોલેરોને હાઇવે પર પાર્ક કરી અને ભાગી ગયો. આ દરમિયાન, ટક્કર બાદ ટાટા મેજિકમાં રહેલો સામાન રસ્તા પર વેરવિખેર થઈ ગયો. આ અકસ્માત શનિવારે સવારે વારાણસી હાઇવે પર મજગવન ફ્લાયઓવર પર થયો હતો.


Related Posts

Load more