1, 2 નહીં 10થી વધુ દેશો સામે અમેરિકાએ મોરચો માંડેલો છે…આખરે શું ઈચ્છે છે ડોનાલ્ડ ટ્રમ્પ?

By: Nation Gujarat Team
06 Jan, 2026

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં અમેરિકાએ દુનિયાભરમાં જાણે મોરચો ખોલી દીધો છે. આ ફક્ત સૈન્ય કાર્યવાહી નહીં પરંતુ આર્થિક પ્રતિબંધ, કૂટનીતિક દબાણ અને સંસાધનો પર કબજાની લડાઈ છે. જેનો મુખ્ય લક્ષ્ય રશિયા, ચીન અને ઉત્તર કોરિયા જેવા દેશોને નબળા કરવાનો છે.

ટ્રમ્પ જૂની વિશ્વ વ્યવસ્થાને બદલીને એક નવી વ્યવસ્થા બનાવવા માંગે છે. જ્યાં અમેરિકાનો ડંકો વાગે. તેમની રાજનીતિક મહત્વકાંક્ષા છે કે તેઓ અમેરિકાને ફરીથી મહાન બનાવીને ઈતિહાસમાં સ્થાન મેળવે. આ બધુ કરીને ટ્રમ્પ આર્થિક ફાયદો, સૈન્ય તાકાતમાં નંબર વન અને વૈશ્વિક પ્રભુત્વ મેળવવા માંગે છે. હવે તમને એ જણાવીએ કે આ બધી મહત્વકાંક્ષાઓને પૂરી પાડવા માટે અમેરિકાએ કયા કયા દેશો સામે મોરચો માંડેલો છે.

વેનેઝુએલા
સૌથી મોટો મોરચો વેનેઝુએલા સામે માંડેલો છે જેમાં 3 જાન્યુઆરી 2026ના રોજ તેમણે રાષ્ટ્રપતિ માદુરોને પકડી લીધા. અમેરિકાએ નાર્કો ટ્રાફિકિંગનો  બહાનું બનાવ્યું પરંતુ અસલ ખેલ ઓઈલનો છે. રશિયા અને ચીનના સહયોગીને નબળો કરીને તેમના માટે પણ મુશ્કેલી ઊભી કરવા માંગે છે.

ક્યૂબા અને નિકારાગુઆ
આ દેશો પર પ્રતિબંધ વધાર્યા છે. રશિયાના સૈન્ય બેસને રોકવાની કોશિશ કરી.

રશિયા-યુક્રેન
યુક્રેનને હથિયાર આપવાનું અને રશિયા પર પ્રતિબંધ ચાલુ છે. ટ્રમ્પે યુરોપીયન દેશો (જર્મની, ફ્રાન્સ)ને રક્ષા ખર્ચો વધારવા માટે કહ્યું અને ધમકી પણ આપી કે જો ન વધાર્યું તો અમેરિકી સેના હટાવી લેવાશે.

પોલેન્ડ અને બાલ્ટિક દેશ
જ્યાં નાટો સેનાઓની તૈનાતી વધારી છે. રશિયાને ઘેરવા માટે જણાવ્યું છે.

તુર્કી
તુર્કી સાથે S-400ની ખરીદી પર તણાવ છે.

ચીન
દક્ષિણ ચીન મહાસાગરમાં સૈન્ય અભ્યાસ. તાઈવાનને હથિયાર આપી રહ્યું છે. વેપાર યુદ્ધ તેજ. ચીની સામાન પર ટેરિફ ઝીંકેલો છે.

ઉત્તર કોરિયા
મિસાઈલ ટેસ્ટ પર પ્રતિબંધ લગાવેલો છે. ટ્રમ્પે કિમ જોંગ ઉન સાથે ડીલ કરવાની કોશિશ કરી. પરંતુ મોરચો હજુ પણ ખુલ્લો છે.

ફિલિપાઈન્સ, વિયેતનામ, જાપાન
ક્વાડ ગઠબંધનથી ચીનને ઘેરી રાખ્યું છે.

ભારત
હિન્દ પ્રશાંતમાં ભાગીદાર પરંતુ વેપારમાં તણાવ ચાલુ છે.

ઈરાન
ન્યૂક્લિયર ડીલ તોડી. પ્રતિબંધ લગાવ્યા. ઈઝરાયેલને સમર્થન આપવામાં આવ્યું.

ઈઝરાયેલ-ગાઝા
ગાઝા યુદ્ધમાં ઈઝરાયેલની મદદ કરી. હમાસને રોકવાનું બહાનું.

સીરિયા-ઈરાક
ISISના નામ પર સેના તૈનાત કરી. રશિયા-ઈરાનને પડકાર ફેંક્યો.

સાઉદી અરબ
ઓઈલ ડીલ મજબૂત પરંતુ યમન યુદ્ધ પર દબાણ વધાર્યું.

સોમાલિયા
અલ શબાબ પર ડ્રોન હુમલા કર્યા.
ઈથિયોપિયા- નીલ નદી બંધ પર ઈજિપ્ત સાથે ભાગીદારી
નાઈજીરિયા-કાંગો- દેશની અંદર ચાલતા ગૃહયુદ્ધમાં હસ્તક્ષેપ.  ચીનના રોકાણને હટાવવાની કોશિશ કરી.

મેક્સિકો
પ્રવાસ પર ઘર્ષણ, દીવાલ બનાવવાની યોજના
ઓશિનિયા- રશિયા-ચીન સાથે સંસાધનો પર વિવાદ, ગ્રીનલેન્ડ  ખરીદવાની જૂની યોજના.

આ મોરચા અમેરિકાને વૈશ્વિક પડકારોને પહોંચી વળવામાં મદદ કરે છે.

અમેરિકા ક્યાં ઓઈલ, સોનું અને ખનિજ ગોતી રહ્યું છે?

ટ્રમ્પની એનર્જી ડોમિનન્સ નીતિ સંસાધનો પર ફોકસ છે. જેનાથી અમેરિકા આયાત ઘટાડશે. દુશ્મનોની કમાણી રોકશે.

ઓઈલ

વેનેઝુએલા- મુખ્ય લક્ષ્યાંક 303 અબજ બેરલ ભંડાર, અમેરિકી કંપનીઓ (શેવરોન) ત્યાં પાછી  ફરી રહી છે.
આર્કટિક- અલાસ્કા અને કેનેડામાં ડ્રિંલિંગ. રશિયા સાથે હરિફાઈ
મધ્ય પૂર્વ- સાઉદી અરબ સાથે ડીલ, ઈરાનના ઓઈલ પર પ્રતિબંધ
આફ્રિકા- નાઈજીરિયામાં રોકાણ

સોનું

આફ્રિકા- કાંગો અને ઘાનામાં અમેરિકી કંપનીઓ (ન્યૂમોન્ટ) ખનન કરી રહી છે.
દક્ષિણ અમેરિકા- બ્રાઝીલ અને પેરુમાં. અમેઝોનમાં વિવાદાસ્પદ ખનન.
ઉત્તરી અમેરિકા- અલાસ્કા (પેબલ માઈન)માં સોનું અને કોપર.
એશિયા- ઈન્ડોનેશિયામાં ફ્રીપોર્ટ કંપની

ખનિજ (ક્રિટિકલ મિનરલ્સ જેમ કે લિથિયમ, કોબાલ્ટ)

આફ્રિકા- કાંગોમાં કોબાલ્ટ (ઈલેક્ટ્રિક વાહન બેટરી માટે). અમેરિકા ચીનની મોનોપોલી તોડવા માંગે છે.
દક્ષિણ અમેરિકા- ચિલી અને બોલીવિયામાં લિથિયમ.
ઉત્તરી અમેરિકા- કેનેડામાં નિકલ અને લિથિયમ
મહાસાગર- પ્રશાંત મહાસાગરમાં ઊંડું સમુદ્ર ખનન
ઓસ્ટ્રેલિયા- દુર્લભ પૃથ્વી તત્વ

આ શોધો અમેરિકાને આત્મનિર્ભર  બનાવે છે. દુશ્મનોની અર્થવ્યવસ્થા નબળી કરે છે.

ટ્રમ્પની રણનીતિ ગ્રેટ પાવર કોમ્પિટિશન છે. રશિયા-ચીન-ઉત્તર કોરિયાને એક્સિસ ઓફ એવિલ ની જેમ જુએ છે. આ મોરચા આ દેશોને અલગથલગ કરે છે. અમેરિકાની સૈન્ય-અર્થવ્યવસ્થાને મજબૂત કરે છે.

ટ્રમ્પ જૂની રૂલ્સ બેસ્ડ ઓર્ડરને ખતમ કરવા માંગે છે જે અમેરિકાના હિતમાં નથી. તેઓ ટ્રાન્ઝેક્શનલ ડિપ્લોમેસી લાવવા માંગે છે. જ્યાં દરેક ડીલ અમેરિકાને ફાયદો કરાવે. વેનેઝુએલા જેવી કાર્યવાહીથી સ્ફીયર ઓફ ઈન્ફ્લુએન્સ બનાવવું. બ્રિક્સને નબળું કરીને ડોલરની સત્તા બચાવવી. નવી વ્યવસ્થામાં અમેરિકા પાવર બ્રોકર બનશે. જ્યાં સહયોગી પૈસા આપે અને દુશ્મનો દબાયેલા રહે.

શું ઈચ્છે છે ટ્રમ્પ
ટ્રમ્પ ઈચ્છે છે કે તેઓ અમેરિકાને ફરીથી મહાન બનાવીને ઈતિહાસમાં જગ્યા બનાવે. 2026 મિડટર્મ ચૂંટણીમાં રપબ્લિકનને જીત મળે. તેઓ પોતાની જાતને પીસમેકર તરીકે દેખાડવા માંગે છે. પરંતુ મજબૂત નેતા તરીકે. માઈગ્રેશન રોકવું, અર્થવ્યવસ્થા મજબૂત કરવી અને દુશ્મનોને હરાવવા. ટ્રમ્પની ચાલો તેમના અમેરિકા ફર્સ્ટ વિઝનને પૂરું કરે છે.


Related Posts

Load more