હેરાફેરી-3ના તમામ અધિકારો પોતાની પાસે હોવાની અક્ષય કુમારની નોટિસ

By: Nation Gujarat Team
07 Jul, 2026

પ્રિયદર્શનના દાવા મુજબ અક્ષયકુમારે દસ કરોડમાં ફિરોઝ નડિયાદવાલા પાસેથી અધિકારો ખરીદ્યા હતા
પ્રિયદર્શનની એક્ઝિટ સાથે વિવાદ પણ વકર્યો

મુંબઈ : હેરાફેરી ૩નો વિવાદ શમવાનું નામ લેતો નથી. પ્રિયદર્શનની એકઝિટ બાદ હવે અક્ષયકુમારના બેનર કેપ ઓફ ગુડ હોપ્સ એલએલપીએ ટ્રેડ મેગેઝિનમાં નોટીસ આપી હેરાફેરી ૩ના તમામ પ્રકારના અધિકારોની માલિકી તેમની હોવાની જાહેરાત કરી છે. બેનરે આ નોટિસની વિરૂદ્ધ જઇ કશુ કરે તો તેની સામે કાનુની પગલાં ભરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.
તાજેતરમાં મૂળ હેરાફેરી ફિલ્મના દિગ્દદર્શક પ્રિયદર્શને હેરાફેરી ૩ સાથે પોતાનો કોઇ સંબંધ ન હોવાની જાહેરાત કરી હતી. ૨૦૨૫માં એક ઇન્ટરવ્યુમાં પ્રિયદર્શને જણાવ્યું હતું કે અક્ષય કુમારે ફિરોઝ નડિયાદવાલા પાસેથી દસ કરોડ રૂપિયામાં તમામ અધિકારો ખરીદી લીધાં છે. હાલ અક્ષય કુમારની કંપનીએ નોટીસ આપી આ ફ્રેન્ચાઇઝી પર બીજા કોઇના અધિકાર હોય તો તેને સીધાં પડકાર્યા છે.
અગાઉ હેરાફેરી ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનારા પરેશ રાવલે મે ૨૦૨૫માં પોતે ફિલ્મમાં હટી ગયા હોવાની જાહેરાત કરી હતી.
એ પછી તે સપ્ટેમ્બર ૨૦૨૫માં પરેશ રાવલે માર્ચ ૨૦૨૬માં ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની જાહેરાત કરી હતી. પણ ફિલ્મ ફરી એકવાર ઘોંચમાં પડી હતી.


Related Posts

Load more