પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. રૂપાલાએ ત્રણ-ત્રણ વખત ક્ષત્રિય સમાજની માફી માગી છે. ત્યારે રૂપાલાના સમર્થનમાં પાટીદારો મેદાને આવ્યા છે. આજે રાજકોટમાં પાટીદારની મુખ્ય સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને નેતાઓની બેઠકનું આયોજન કર્યું છે. સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ, હાલ રાજકોટના છેવાડે આવેલા શાપરમાં એક પાટીદાર અગ્રણીની ફેક્ટરીમાં સાંજની બેઠકની રૂપરેખા તૈયાર કરવા મિટિંગ ચાલી રહી છે. હજુ પણ સાંજની મિટિંગનું સ્થળ અને કયા આગેવાનો આવશે તે બાબતે સમાજે મૌન સેવ્યું છે. જોવાનું એ રહ્યું કે, શું પોલિટિકલ પાર્ટીના નેતાઓ બેઠકમાં જોડાશે કે નહીં. હાલ તો ભાજપના નેતાઓની દિલ્હી આવનજાવન શરૂ થઈ ગઈ છે.
વડોદરા ખાતે રૂપાલાના સમર્થનમા પાટીદારોની બેઠક યોજાશે. પાટીદાર આગેવાન પરેશ પટેલે નિવેદન આપ્યું છે. 200 થી વઘારે પાટીદાર લોકો બેઠકમા જોડાશે