હવે તો માફ કરી દો બાપલિયા!:મતદાન પછી રૂપાલાએ ફરી ક્ષત્રિયોની માફી માગી

By: nationgujarat
08 May, 2024

રાજકોટ લોકસભા બેઠકના પુરુષોત્તમ રૂપાલાએ લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આજે ફરી ક્ષત્રિય સમાજની માફી માગી છે. તેમણે જણાવ્યું હતું કે, મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સૌથી કઠિન દોરમાંથી પસાર થયો છું. મારા એક નિવેદનને કારણે સમગ્ર ચૂંટણીમાં ખૂબ જ મોટાં વમળો સર્જાયાં છે. જાહેર જીવનના ખૂબ જ મોટા પીડાદાયક અને કષ્ટદાયક દોરમાંથી પસાર થયો છું. એ મારું નિવેદન હતું, સમગ્ર ઘટનાનું કેન્દ્રબિંદુ પણ હું જ હતો. તેના કારણે ક્ષત્રિય સમાજ તરફથી જે પ્રતિક્રિયાઓ આવી તેના કારણે ભાજપ પક્ષ તેમાં લપેટાયો. સામાન્ય રીતે મારું વક્તવ્ય મારી પાર્ટી માટે પ્રેરણારૂપ અને પ્રોત્સાહક રહેતું, પરંતુ આ વખતે મારા નિવેદનને કારણે સમગ્ર ભાજપ દ્વિધામાં મુકાયો.

ક્ષત્રિય સમાજની માતૃશક્તિની માફી માગું છું: રૂપાલા તેમણે

 છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા ક્ષત્રિય આંદોલન પર હવે પરશોત્તમ રૂપાલાએ પહેલીવાર ખુલીને વાત કરી અને જણાવ્યું કે, આ મારા જીવનની મોટી ભૂલ, ક્ષત્રિયો મુદ્દે મારાથી ભૂલ થઇ અને મારા પક્ષને વિરોધ સહન કરવાનો વારો આવ્યો.

ગુજરાતમાં ચૂંટણી પુરી થયા બાદ પહેલીવાર પરશોત્તમ રૂપાલા મીડિયા સામે આવ્યા હતા, આ દરમિયાન તેમને પોતાની મોટી ભૂલને સ્વીકારી લીધી હતી. મતદાન પૂર્ણ થતા જ રૂપાલાએ ક્ષત્રિયોની માગી માફી છે. આજે સવારે રૂપાલાએ સ્વીકાર્યુ કે, ક્ષત્રિયો મુદ્દે કરેલુ નિવેદન તેમની મોટી ભૂલ હતી. વાતચીત દરમિયાન તેમને એ પણ સ્વીકાર્યુ કે, આ સમય તેમના જાહેર જીવનનો સૌથી કઠીન સમય બન્યો. તેમને કહ્યું કે, મારા નિવેદનના કારણે ઠેર ઠેર ભાજપનો વિરોધ થયો તે માટે હું બન્યો નિમિત બન્યો છું. હું નમ્રતાપૂર્વક ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. મારે લીધે પાર્ટીને ખુબ જ નુકસાન વેઠવું પડ્યું છે. બધુ ભુલી ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસમાં આગળ વધે. રૂપાલાએ મિચ્છામી દુક્કડમ કહી ક્ષત્રિયોની માગી માફી છે.


Related Posts

Load more