હજી કેટલા દિવસ રહશે વરસાદ….. જાણો હવામાન વિભાગ કરેલી આગાહી

By: nationgujarat
30 Oct, 2025

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હજુ વરસાદની આગાહી કરવામાં આવી છે. પહેલા પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકશાન થયુ છે ઘણા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગય રસ્તાઓ ફરી હતા તેના ને તેવા જ થઇ ગયા છે ઠંડી ની સિઝનમા વરસાદ આવી રહ્યો છે. હજુ વરસાદ આવશે તેમ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામન વિભાગની આગાહીથી ખેડૂતોમા ફરી ચિંતાનો માહલો જોવા મળશે. હજુ પાંચ દિવસ કમોસમી વરસદા પડવાની શકયતા વ્યકત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા વ્યકત કરવામાં આવી છે. થડંરસ્ટ્રોમ એક્ટીવીટ પણ સક્રિય રહેશે. સૌરાષ્ટ્રમાં પોરબંદર જૂનાગઢ પોરબંદર અમરેલી,ભોવનગર અને સોમનાથમા ભારે વરસાદની શક્યતા છે. આ વિસ્તારના ખેડૂતોને ખેતીમાં ચિંતાજનક સ્થિતિ રહેશે.

સૌરાષ્ટ્ર સાથે દક્ષિણ ગુજરાના વિસ્તારો જેમા ભરૂચ,ડાંગ,વડોદરા,છોટાઉદેપુર,નર્મદા,તાપી,વલસાડમાં કમોસમી વરસાદ વરસશે. કમોસમી વરસાદને કારણે જનજીવનને અસર કરી શકે તેવી સ્થિતિ સર્જાઇ શકે છે. દરિયા કિનારે માચ્છીમારી કરતા ભાઇઓને દરિયાો ન ખેડવા સુચના આપવામાં આવી છે. અમદાવાદમાં પણ વરસાદી વાતાવરણની અસર જોવા મળશે. લોકોએ પણ વરસાદી વાતાવરણમાં અચાનક થતા ફેરબદલથી સાવચેત રહેવાની જરૂર છે.


Related Posts

Load more