Related Posts
Raju Karpada : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે રાજકારણ ગરમાયુ છે. હાલમાં જ રાજુ કરપડાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. અને ભાજપમાં જોડાતાની સાથે જ હવે રાજુ કરપડાને ટિકિટ પણ આપી દેવામાં આવી છે. અને આજે જયારે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત મુળી-02 બેઠક પરથી ભાજપ દ્વારા ખેડૂત નેતા રાજુ કરપડાની ટિકિટ આપવામાં આવી છે. અને આજે તેઓ વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. એક તરફ રાજુ કરપડાએ ખેસ ધારણ કર્યો અને બીજી તરફ ભાજપે તેમને જીલ્લા પંચાયત મુળી-02 બેઠક પરથી ટિકિટ પણ આપી દીધી છે. એટલે હવે રાજુ કરપડા ચૂંટણીના મેદાનમાં ઉતરી ગયા છે. અને હવે આગામી સમયમાં ચૂંટણીના પરિણામોમાં શું ફેરફાર લાવે છે તે જોવાનું રહ્યું.