સોનું 2 લાખને પાર થશે! તેજીની ભવિષ્યવાણી વચ્ચે સોનું બે દિવસમાં 300 ડૉલર વધ્યું

By: Nation Gujarat Team
04 Feb, 2026

Gold Price Prediction: સોનાના ભાવમાં આવેલી ઐતિહાસિક ઉથલપાથલ વચ્ચે રોકાણકારો માટે એક અત્યંત મહત્ત્વનો અહેવાલ સામે આવ્યો છે. છેલ્લા ચાર દિવસમાં સોનાના ભાવમાં જે રીતે મોટું ગાબડું પડ્યું છે, તેણે લોકોને સ્તબ્ધ કરી દીધા છે. પરંતુ વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ કંપની જેપી મોર્ગન (JP Morgan) ની નવી આગાહીએ બજારમાં ભારે ચર્ચા જગાવી છે.

ઐતિહાસિક ઘટાડો અને વર્તમાન સ્થિતિ

સોના પ્રેમીઓ માટે છેલ્લા કેટલાક દિવસો આંચકાજનક રહ્યા છે. વૈશ્વિક બજારમાં એક ઔંસ સોનાની કિંમત $5500 થી ઘટીને $4700 ના સ્તરે પહોંચી ગઈ હતી. જોકે ત્યારબાદ ફક્ત બે જ દિવસમાં જોરદાર તેજી સાથે ફરી એકવાર સોનાની કિંમત બે જ દિવસમાં 300 ડૉલર વધીને 5045 ડૉલરના લેવલ પર આવી ગઇ હતી. જોકે હવે ભારતીય બજારમાં પણ તેની અસર દેખાશે અને આજે ભારતમાં પણ સોનામાં તેજી જોવા મળી શકે છે. આ તેજી અગાઉ ભારતમાં માત્ર 4 દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ કિલો ₹31000 નો ઘટાડો નોંધાયો હતો, જે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો હતો.

કેમ વધશે સોનાના ભાવ? જેપી મોર્ગનનું વિશ્લેષણ

જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપનીના મતે, સોનામાં લાંબા ગાળે મજબૂત તેજી જોવા મળી શકે છે. તેની પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:

કેન્દ્રીય બેંકોની ખરીદી: વર્ષ 2026માં વિશ્વભરની કેન્દ્રીય બેંકો અંદાજે 800 ટન સોનાની ખરીદી કરે તેવી શક્યતા છે.

રોકાણકારોની માંગ: અસ્થિર બજારમાં રોકાણકારો સુરક્ષિત મિલકત તરીકે સોના તરફ વળી રહ્યા છે.

સ્ટ્રક્ચરલ ફેરફાર: પેપર એસેટ્સ કરતા ફિઝિકલ એસેટ્સ (સોનું) પ્રત્યે રોકાણકારોનો અભિગમ વધુ હકારાત્મક બની રહ્યો છે. આ ગણતરી મુજબ, સોનાના ભાવ પ્રતિ ઔંસ ₹2 લાખની સપાટીને પણ વટાવી શકે છે.

ચાંદીના ભાવમાં અસ્થિરતા

ચાંદી વિશે જેપી મોર્ગને થોડું સાવધ રહેવાની સલાહ આપી છે. એક સમયે $120 પર ટ્રેડ થતી ચાંદી હવે ઘટીને $87ની આસપાસ આવી ગઈ છે. સોનાની સરખામણીએ કેન્દ્રીય બેંકો ચાંદીની ખરીદીમાં એટલી સક્રિય નથી, તેથી સોના-ચાંદીનો રેશિયો હજુ વધી શકે છે.


Related Posts

Load more