અમદાવાદ ખોખરા વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કુલ ને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. થોડા દિવસો પહેલા જ શાળાની બેદરકારીને કારણે એક વિદ્યાર્થીનુ મોત થયુ હતો તે પહેલા પણ સેવન્થ ડે શાળા કોઇને કોઇ વિવાદમાં ફસાતી આવી છે વિદ્યાર્થીના મોત પછી શાળા સામે વાલીઓનો ઓક્રોશ વધ્યો છે જે પછી તંત્ર નિદ્રામાંથી જાગ્યુ છે અને વર્ષો પછી શાળા સામે તપાસ શરૂ કરી છે. શાળાના બાંધકામ પર હવે સવાલો થઇ રહ્યા છે. એએમસીએ ગેરકાયદે બાંધકામ અને જમીન ફાળવણી વખતે આપવામાં આવેલ શરતો ભંગ કરવામાં આવી છે જેને કારણે હવે શાળા સામે વધુ તપાસ કરવામાં આવશે.
એએમસી ટીપી કમીટીના ચેરમેન પ્રિતેશ મહેતાના જણાવ્યા પ્રમાણે, સેવન્થ ડે શાળાને ફકત એક રૂપિયામાં જમીન ફાળવવામાં આવી હતી. સ્કુલને જમીન ફાળવતા પહેલા બાંધકામ અને સંચાલન અંગે શરતો રજૂ કરવામાં આવી હતી તે નિયમ શરતોનુ શાળાએ પાલન કર્યુ છે કે કેમ તે અંગે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા શાળાને બે વખત નોટિસ ફટકારવામાં આવી હતી તેમ છતા શાળા દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી. એએમસીની ટીમ શાળામાં તપાસ અર્થે પહોચી હતી તપાસમાં શાળા પાસે તમામ ડોક્યુમેન્ટ મંગાવવામાં આવ્યા હતા. આગળ હવે શાળાએ આપેલા ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવશે. ચકાસણીમાં જો શરતો કે નિયમ ભંગ થતી જણાશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હવે જોવાનુ એ છે કે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરાશે કે ખાલી વાતો થશે અને શાળાને ફેવરમાં તપાસ પર ભીનુ સંકેલવામાં આવશે?