સેન્સેક્સ પહેલીવાર 66 હજારને પાર

By: nationgujarat
13 Jul, 2023

શેરબજાર આજે એટલે કે ગુરુવારે (13 જુલાઇ) નવી ઓલ-ટાઇમ હાઈ પહોંચ્યું છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 66,043 અને નિફ્ટી 19,566ના સ્તરને સ્પર્શ્યો હતો. હાલમાં સેન્સેક્સમાં 600થી વધુ પોઈન્ટ અને નિફ્ટીમાં 170 પોઈન્ટથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે.

અગાઉ સેન્સેક્સ 274 પોઈન્ટ વધીને 65,667 પર ખુલ્યો હતો. નિફ્ટીમાં પણ 111 પોઈન્ટનો વધારો થયો હતો. તે 19,495ના સ્તરે ખુલ્યો હતો. રૂચી સોયાના શેરમાં આજે 5%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

બજારમાં તેજીના 5 કારણો

  1. ઓછી મોંઘવારીથી બજારને સપોર્ટ મળ્યો છે.
  2. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાને કારણે.
  3. ડોલર સામે રૂપિયો મજબૂત થયો છે, તેનાથી બજારને ટેકો મળ્યો છે.
  4. વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં રોકાણ વધારી રહ્યા છે.
  5. ભારતના ફોરેક્સ રિઝર્વમાં થયેલા વધારાથી પણ બજાર મજબૂત બન્યું છે.

ભારતીય બજારમાં 3 વર્ષમાં 78.4% વૃદ્ધિ
301 લાખ કરોડના માર્કેટ કેપ સાથે ભારત 5મું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની ગયું છે. છેલ્લા 3 વર્ષમાં સેન્સેક્સમાં 78.4%ની વૃદ્ધિ જોવા મળી છે. 2055 લાખ કરોડની માર્કેટ કેપ સાથે અમેરિકન સ્ટોક એક્સચેન્જ વિશ્વમાં નંબર-1 પર છે. છેલ્લા 3 વર્ષમાં 38.1%ની વૃદ્ધિ થઈ છે.

આ વર્ષે અત્યાર સુધીમાં 82 આઈપીઓ આવ્યા છે
ભારતમાં આ વર્ષે અત્યાર સુધીમાં 82 IPO આવી ચૂક્યા છે. જ્યારે ગયા વર્ષે એટલે કે 2022માં 149 IPO આવ્યા હતા. ભારતમાં IPOની દ્રષ્ટિએ 2017 શ્રેષ્ઠ વર્ષ હતું. ત્યારબાદ કુલ 169 આઈપીઓ આવ્યા. 2018માં 165 IPO આવ્યા હતા


Related Posts

Load more