સુરતમાં વ્યાજખોરની ઘરમાં ઘૂસીને પઠાણી ઉઘરાણી,51 લાખ સામે 85 લાખ ચૂકવ્યા છતાં દાદાગીરી,

By: Nation Gujarat Team
15 Feb, 2026

સુરતમાં ઝીંગાના વેપારીએ ટૂકડે-ટૂકડે વ્યાજે લીધેલા 51 લાખ સામે ચાર વર્ષમાં 34 લાખ વ્યાજ સાથે 85 લાખ ચૂકવી દેવા છતાં વધું 35 લાખની માંગણી કરતી ધમકી આપનારા નામચીન ફાયનાન્સર સામે પોલીસ ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી. ત્યારે ઝીંગાના વેપારી પાસે તેના જ ઘરમાં ઘૂસી પઠાણી ઉઘરાણી કરતો વીડિયો સામે આવ્યો છે. જેમાં વીડિયો બનતો હોવા છતાં અને પોલીસને બોલાવી હોવાનું કહ્યું હોવા છતાં પણ કહે છે કે, પોલીસ બોલાવી છે તો હું બેસું. ઝીંગાના વેપારીએ ફરિયાદ નોંધાવતા વ્યાજખોર આનંદ ચાસિયાની ગણતરીની કલાકોમાં પકડી લીધો હતો.

2020માં વેપારીએ ધંધા માટે 5% વ્યાજે પૈસા લીધા હતા મળતી માહિતી પ્રમાણે, પાલનપુર પાટિયા વિસ્તારની દીનદયાળ સોસાયટીમાં રહેતાં સુશીલ દિનેશભાઈ પટેલ ઝીંગા ઉછેર અને ખેતી કરે છે. વર્ષ 2020માં કોરોના લોકડાઉન દરમિયાન સુશીલને ધંધામાં નુકસાન થયું હતું. ધંધા માટે રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં તેણે તેના મિત્ર હિરેન સુરતીને વાત કરી હતી. હિરેને વ્યાજે રૂપિયા અપાવવાનું કહી સુશીલની મુલાકાત આનંદ બાલુભાઇ ચાસીયા સાથે કરાવી હતી. આનંદે માસિક 5% વ્યાજે રૂપિયા આપવાની તૈયારી બતાવી હતી. જોકે, સાથે જ તેણે સીક્યુરિટી પેટે સુશીલની ઓલપાડનાં મંદરોઇ ગામે આવેલી જમીનના અસલ દસ્તાવેજ, રહેણાંકનાં મકાનના દસ્તાવેજ પણ માંગ્યા હતા.

ઘરે જઈ સુશીલને ધાક ધમકી આપી વ્યાજની માંગણી કરવા માંડ્યો આર્થિક ભીંસમાં મૂકાયેલા સુશીલે શરતો માન્ય રાખી અને જરૂરિયાત અનુસાર ટૂકડે-ટૂકડે કુલ 51 લાખ રૂપિયા ચાસીયા પાસે લીધા હતાં. થોડા સમય બાદ આનંદ ચાસીયા અવારનવાર કોલ કરીને તથા ઘરે જઈ સુશીલને ધાક ધમકી આપી વ્યાજની માંગણી કરવા માંડ્યો હતો. સુશીલે આ મામલે સબંધીઓ અને મિત્રોને વાત કરી હતી. જેમાં મિત્ર પ્રદીપ નાયકે તેને 15 લાખની મદદ કરી હતી. આ રકમ સુશીલે આનંદ ચાસીયાને આપી હતી. ત્યારબાદ પણ તે ઉઘરાણી કરી ધમકાવતો રહ્યો હતો.

એક મહિનામાં રૂપિયા નહીં ચૂકવે તો બંનેને જાનથી મારી નાંખીશ સુશીલે અન્ય મિત્રો પાસે મદદ લઇ તથા પત્નીના ઘરેણાં વેચી બીજા 15 લાખ ચાસીયાને આપ્યા હતાં. આ રીતે 30 લાખ રૂપિયા લેવા દરમિયાન આનંદ ચાસીયાએ સુશીલ પાસેથી તેની જમીનનો સાટાખત પણ લખાવી લીધો હતો. ગત જાન્યૂઆરી મહિનામાં ચાસીયા ફરી સુશીલના ઘરે ગયો હતો. તેણે સુશીલની પત્રી સાથે રૂપિયા મામલે ઝઘડો કર્યો હતો. આ સાથે જ એક મહિનામાં રૂપિયા નહીં ચૂકવે તો બંનેને જાનથી મારી નાંખીશ એવી ધમકી આપી હતી.

પત્નીના ઘરેણા અને જમીન વેચી 85 લાખ ચૂકવ્યા ગભરાઈ ગયેલા સુશીલે આનંદ ચાસીયાનાં ત્રાસથી છુટવા મંદરોઇમાં આવેલી જમીન વેચી દેવાનું નક્કી કર્યું હતું. તેણે 26 વીધા જમીન પૈકી 8 વીઘાનાં ખેતર વેચી તેમાંથી મળેલી રકમ પૈકી રોકડા 45 લાખ રૂપિયા આનંદ ચાસિયાને આપ્યા જ્યારે તેની પત્રી રેશમ હરિશભાઈ જાનીના એકાઉન્ટમાં 10 લાખ મળી કુલ 55 લાખ આપી દીધા હતાં. આ રીતે ટૂકડે ટૂકડે આપેલા 51 લાખ રૂપિયા સામે આનંદ ચાસીયાએ ધાક ધમકી આપી 85 લાખ રૂપિયા પડાવ્યા હતાં.

વેપારીના ઘરે જઈ તેની પત્ની અને માતા-પિતાને ગાળો ભાંડી ધમકી આપી ચાસીયાએ ઘર તથા જમીનના અસલી દસ્તાવેજો પરત આપવા માટે વધુ 35 લાખની માંગણી કરી હતી. એટલું જ નહીં ત્રીજી ફેબ્રુઆરીએ ચાસીયાએ સુશીલના ઘરે જઈ તેની પત્ની અને માતા-પિતાને ગાળો ભાંડી ધમકી આપી હતી. ઘરમાં ઘૂસીને પઠાણી ઉઘરાણી કરવાનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં આનંદ ચાસિયાને ખબર હતી કે, વીડિયો બની રહ્યો છે છતાં પણ તેણે પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી. આ સાથે જ્યારે તેને કહેવામાં આવ્યું કે પોલીસને બોલાવવામાં આવી છે તો ત્યારે તેણે જણાવ્યું હતું કે કંઈ વાંધો નહીં પોલીસ બોલાવી છે તો હું અહીં જ બેસું છું.


Related Posts

Load more