સુરત,ભાવનગર,રાજકોટ પછી હવે વડોદરામાં હત્યાના સમાચાર, વોડદરામાં પતિએ પત્નીની કરી હત્યા

By: Nation Gujarat Team
17 Nov, 2025

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પતિએ જ પત્નીની ગળુ દબાવી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.મહિલાના પતિ સાથે બીજા લગ્ન થયા હતા. આ દંપતીને છ માસની બાળકી પણ છે. જો કે માતાની હત્યાથી હવે બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ મામલે જે પી રોડ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

15 નવેમ્બરે રાજકોટમાં પત્ની પર ફાયરિંગ પછી પતિએ આત્મહત્યા કરી 15 નવેમ્બર, 2025ના રોજ રાજકોટના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર વિસ્તારમાં રહેતા પતિ-પત્ની વચ્ચે આડાસંબંધને લઈ તકરાર ચાલી રહી હતી. પોતાના ભત્રીજા સાથે પત્નીને પ્રેમ સબંધ હતો, જેની જાણ થતા પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ તકરારને કારણે પત્ની 20 વર્ષના દીકરા અને પતિનું ઘર છોડીને સામેની બિલ્ડિંગમાં જ રહેતી તેની સહેલીના ઘરે રહેવા જતી રહી હતી. છેલ્લા દોઢ મહિનાથી પતિ પત્નીને મનાવતો હતો અને પત્નીને બધુ ભૂલી પરત ઘરે આવી જવા માટે કહેતો હતો. આમ છતાં પત્ની ઘરે આવવા માટે તૈયાર નહોતી.

પત્નીને ફરી મનાવવા જતાં ઝઘડો થયો, જે લોહીયાળ બન્યો 15 નવેમ્બરની સવારે પતિ ફરી પત્નીને મનાવવા માટે તેના ઘરની સામેની બિલ્ડિંગમાં ગયો હતો. આ સમયે પત્ની પણ જીમમાંથી પરત જ આવી હતી. આ સમયે બિલ્ડિંગના પટાંગણમાં બન્ને વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પતિએ પોતાની પરવાના વાળી રિવોલ્વરમાંથી પહેલાં પત્નીને ગોળી ધરબી અને બાદમાં પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. બન્ને લોહીલુહાણ હાલતમાં જ સ્થળે ઢળી પડ્યાં હતાં. આ ઘટનામાં પતિએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.

ઘટના સમયે હાજર પત્નીની બહેનપણીએ તુરંત 108ને જાણ કરી હતી અને તેણીને સારવાર અર્થે પહેલાં રાજકોટ સિવિલ અને પછી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ઘટનાસ્થળે તપાસ કરતા પોલીસને 3 કાર્ટીસ મળી આવી હતી.


Related Posts

Load more