હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપે લોકસભાની ચૂંટણીને લઈને રણનીતિ ઘડી કાઢી છે. આમ તો બે ટર્મથી ભાજપ ગુજરાતની 26માંથી 26 બેઠકો જીતી રહ્યું છે પરંતુ આ વખતે ભાજપ જીતની હેટ્રિક સાથે પાંચ લાખથી વધુ લીડ સાથે લોકસભા બેઠક જીતવાની રણનીતિ બનાવી છે. ખાસ કરીને લોકસભા ચૂંટણી પહેલા ગ્રામ્ય વિસ્તારોના બૂથ મજબૂત કરવા ભાજપની રણનીતિ સ્પષ્ટ થઈ છે. ગુજરાતમાં 10 અને 11 ફેબ્રુઆરીના ગાંવ ચલો અભિયાન શરૂ કરવા જઇ રહ્યું છે.રાજ્ય સભાની ચૂંટણી બાદ લોકસભાની ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે. જોકે ભાજપ અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકસભા ચૂંટણી પહેલા ગ્રામ્ય વિસ્તારોના બૂથ મજબૂત કરવા ભાજપની રણનીતિ સ્પષ્ટ થઈ છે. ગુજરાતમાં 10 અને 11 ફેબ્રુઆરીના ગાંવ ચલો અભિયાન શરૂ કરવા જઇ રહ્યું છે.
જેમાં ભાજપ પ્રદેશના હોદ્દેદારો, મંત્રીઓ, નેતાઓ અને મુખ્યમંત્રી ગામડાઓમાં જઈ રાત્રિ રોકાણ કરશે. 9 ફેબ્રુઆરીએ CM ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના જલોત્રા ગામે કાર્યકર્તાના ઘરે ભોજન લઈ રાત્રિ રોકાણ કરશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડાશે. કાર્યકર્તાઓ પોતાના બૂથ સિવાયના અન્ય એક બૂથમાં પ્રવાસી કાર્યકર્તા તરીકે જઈ જશે.અભિયાનમાં 29165 પ્રવાસી કાર્યકર્તા અને 27535 કન્વીનરો 41 જિલ્લા અને મહાનગરમાં જશે.
મહત્વનું છે કે એક તરફ ભાજપમાં ભરતી મેળો જોરશોર થી ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને આપના નેતાઓ અને કાર્યકરો તેમજ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે સાથે ભાજપથી નારાજ થઇ અન્ય પક્ષમાં ગયેલા નેતાઓ અને ધારાસભ્યોને પણ ભાજપમાં જોડાવાની રણનીતિ ઘડાઈ છે જેના કારણે જ ભાજપમાં ભરતી અભિયાન ચાલી રહ્યું છે તેવામાં હવે ગ્રામ્ય વિસ્તારના મતવિસ્તારોને વધુ મજબૂત કરવા માટે અને મતદારોને ભાજપ તરફ આકર્ષવા ગાંવ ચલે અભિયાન શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.