સાળંગપુરમાં પ્રદેશ ભાજપની કારોબારી શરૂ

By: nationgujarat
04 Jul, 2024

ગુજરાત પ્રદેશ ભાજપની બે દિવસની કારોબારીનો આજથી સાળંગપુર ધામ ખાતે પ્રારંભ થયો છે. લોકસભાની  ચૂંટણી બાદ ફરી દેશમાં ભાજપના શાસન, ગુજરાતમાં દાયકા બાદ એક બેઠકના નુકસાન સહિતના સંજોગોમાં આ કારોબારી મળી રહી છે તો ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હવે કેન્દ્રીય મંત્રી બન્યા હોય, ગુજરાતમાં નવા  કાયમી પ્રમુખ અથવા કાર્યકારી પ્રમુખના નામની જાહેરાત થાય તેવી શકયતા છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ પ્રમુખ પાટીલ સાથે આ કારોબારીમાં ભાગ લેવા ખાસ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલ આવી રહ્યા છે. આ કારોબારીમાં નવી સરકારને ચૂંટણીમાં જીત બદલ અભિનંદન, હાલની રાજકીય સ્થિતિ,  હવે કરવાની ચિંતા અને મંથન ઉપર ચર્ચા થશે.

ઉપરાંત કાલે સાંજે કારોબારીના સમાપન સાથે મહત્વના ઠરાવ પણ કરવામાં આવશે. પુરા ગુજરાતના જિલ્લા અને મહાનગરોમાંથી ચૂંટાયેલા અપેક્ષીત લોકો, હોદેદારો આજે બપોરે સાળંગપુર પહોંચી ગયા હતા.

શાસક ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમની વિસ્તૃત રાજ્ય કારોબારી બેઠક આજથી બે દિવસ બોટાદ જિલ્લાના સાળંગપુરમાં બીએપીએસ સ્વામિનારાયણ કેમ્પસ ખાતે શરૂ થઇ છે. આ અંગેની ઔપચારિક જાહેરાત  ગઇકાલે ગુજરાત ભાજપના નેતા રજનીભાઈ પટેલે કરી હતી.

આ બેઠકની વધુ વિગતો આપતા પટેલે કહ્યું – આ મીટિંગનું નેતૃત્વ રાજ્ય પક્ષના વડા સીઆર પાટીલ કરશે. જેમાં કેન્દ્રીય નેતાઓ પણ હાજર રહેશે. આ બેઠકમાં ઠરાવો પસાર કરવામાં આવશે અને પક્ષના કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવશે. મંડલ પ્રમુખો અને રાજ્યના પદાધિકારીઓથી માંડીને 1300થી વધુ પક્ષના કાર્યકરો આ બેઠકમાં હાજરી આપશે.

તેમણે કહ્યું કે આ બેઠકની તૈયારીઓ માટે રાજ્ય કક્ષાની ટીમ બનાવવામાં આવી છે. પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો.ભરતભાઈ બોઘરા, ધવલભાઈ અને અન્ય પક્ષના આગેવાનો તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપે સતત ત્રીજી વખત સરકાર બનાવી છે. બેઠકમાં આ સંબંધમાં અભિનંદન પ્રસ્તવ પસાર કરવામાં આવશે.

પટેલે કહ્યું કે પાર્ટી રાજકીય પરિસ્થિતિના આકારણીની સમીક્ષા કરશે. તેમણે કહ્યું કે બે દિવસીય બેઠકના પ્રથમ દિવસે પાંચ સત્રો યોજાશે. પટેલે આ બેઠક દરમિયાન રાજ્યના નવા પક્ષના વડાની નિમણૂક અંગે કોઈ વિચાર-વિમર્શ કે નિર્ણય લેવામાં આવશે કે કેમ તે અંગે પુષ્ટિ કરવાનો કે ઇનકાર કર્યો ન હતો.

નોંધનીય છે કે રાજ્ય પક્ષના વડા સીઆર પાટીલ હવે કેન્દ્રીય પ્રધાન છે અને તેઓ નજીકના ભવિષ્યમાં તેમના પદ પરથી રાજીનામું આપશે. ત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે આવતીકાલે મયંક નાયકના નામની જાહેરાત થઈ શકે છે. ઉલ્લેખનિય છે આ વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજશે ત્યારે પ્રદેશ થી લઇ સ્થાનિક સંગઠન તેને ધ્યાને લઇને રચાશે.


Related Posts

Load more