સાબરકાંઠામાં ભાજપમાં ભડકો, જાહેર કરેલ ઉમેદવાર ભાજપ કાર્યકર ન હોવાનો આરોપ

By: nationgujarat
26 Mar, 2024

સાબરકાંઠા, અરવલ્લીમાં ભાજપ કાર્યકર્તાઓમાં આક્રોશ છે. હિંમતનગરના જિલ્લા ભાજપ કાર્યાલય પર કાર્યકરો એકઠા થયા હતા. હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જિલ્લા પ્રમુખે તમામની રજૂઆત સાંભળવા બેઠક કરી હતી. 25 વર્ષથી ભાજપ માટે સક્રિય કામ કરતા કાર્યકરોમાં આક્રોશ છે. કાર્યકરોએ કહ્યું કે તમને ઉમેદવાર કૉંગ્રેસમાંથી જ મળ્યો. 30 વર્ષથી ભાજપ માટે કામ કરતા કાર્યકરોને પાર્ટી ભૂલી ગઇ છે.

શોભનાબેને પક્ષ માટે કોઇ કામ કર્યા નથી’

સાબરકાંઠા ભાજપમાં ઉમેદવાર બદલાયા બાદ પણ નવો વિવાદ શરૂ થયો હતો. હિંમતનગર તાલુકા પંચાયતના સભ્ય જીતેન્દ્રસિંહએ વિરોધ કર્યો હતો. જીતેન્દ્રસિંહે પત્ર લખીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જાહેર કરેલ ઉમેદવાર ભાજપ કાર્યકર ન હોવા છતા ટિકિટ આપતા વિરોધ થયો હતો.

કૉંગ્રેસમાંથી આવેલ મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ટિકિટ આપતા વિરોધ શરૂ થયો હતો. શોભનાબેન બારૈયાને ટિકિટ આપતા વિરોધ કરાયો હતો. જીતેન્દ્રસિંહે કહ્યું કે કાર્યકર્તાના સ્થાને કાર્યકર્તાની પત્નીને ટિકિટ કેમ આપી છે. શોભનાબેન નહીં, તેમના પતિ પક્ષના કાર્યકર છે. મહિલા કાર્યકર્તાને ટિકિટ આપવાની માંગ કરાઇ હતી. શોભનાબેને પક્ષ માટે કોઇ કામ કર્યા નથી.

શોભનાબેન બારૈયાએ કહ્યું-તમામને સાથે રાખીને ચાલીશું

તો પોતાના વિરૂદ્ધ ઉઠેલા ઉભા થયેલા વિરોધ પર એબીપી અસ્મિતા સાથે સાબરકાંઠાના ભાજપ ઉમેદવાર શોભનાબેન બારૈયાએ ખાસ વાતચીત કરી હતી.  જેમાં શોભનાબેન બારૈયાએ કહ્યું કોઈને કાંઈ નારાજગી હશે તો હું સંગઠન સાથે ચર્ચા કરીશ. કોઈ પણને નારાજગી હશે તો અમે દૂર કરીશું. તમામને સાથે રાખીને ચાલીશું.

લોકસભા ચૂંટણીને લઈને સૌરાષ્ટ્રમાં પોસ્ટર વોર શરૂ થયું હતું. ધોરાજીમાં સ્થાનિક ઉમેદવારને લઈ પોસ્ટરો લાગ્યા હતા. પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું. ‘પોરબંદર લોકસભા નહીં ફાવે આયાતી ઉમેદવાર, એ કોણ ?’ ‘પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવાર,એ કોણ ?’ ‘મતદારોની વચ્ચે આવતા 5 વર્ષ રહેશે,એ કોણ ?’ ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારોની તસવીર સાથે બેનર લાગ્યા હતા.

 

લલિત વસોયાએ કહ્યું હતું કે ભાજપનો આતંરિક અસંતોષ ખુલીને સામે આવ્યો છે. ભાજપના એક કાર્યકર્તાએ અસંતોષ વ્યક્ત કર્યો છે.


Related Posts

Load more