કુંભ:
નવા મિત્રો બને અથવા પરિચિતો સાથે સંબંધ વધે, તેમાં કોઈ લાભની વાત પણ થઈ શકે. શારીરિક પીડા હોય તે ઓછી થાય, જેથી રાહત અનુભવાય. તન મનમાં સ્ફૂર્તિ વધે, સાહસી વિચારો રહે, કુટુંબ પ્રત્યે સારો ભાવ જાગે, કોઈ ખરીદીની ઈચ્છા ફળીભૂત થઈ શકે.
મીન:
ઘણા સમય બાદ નોકરી વ્યવસાયમાં અચાનક કોઈ સારી તકની વાત સાંભળવા મળે, ખટપટથી દૂર રહેવું, લાંબા અંતરની મુસાફરી પણ થઈ શકે, નાણાકીય લાભ પણ સંભવિત બને, કુટુંબમાં કોઈ સારા કાર્યમાં યોગદાન આપો અને તેનો સંતોષ અને ખુશી અનુભવો.