સાપ્તાહિક રાશિફળ: 10થી 16 ઓગસ્ટ 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય

By: Nation Gujarat Team
10 Aug, 2026

Weekly Horoscope: 10થી 16 ઓગસ્ટ 2026, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોમાં વ્યવહારુ અભિગમ રહેશે. તેમજ કોઈ ગેરસમજ કે તકરાર ન થાય તે માટે સ્વભાવમાં ધીરજ અને વાતચીત કરવામાં આતુરતા ન દાખવી. જાણો આ સપ્તાહ કેવું રહેશે તમારું રાશિ ભવિષ્ય.

મેષ:

તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે. તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને. કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો. પસંદગીની ખરીદી પણ થઈ શકે અને તેનો સંતોષ અને ખુશી પણ અનુભવાય.

વૃષભ:

વાતચીત કે કામકાજ દરમિયાન તમારે ઉશ્કેરાટથી બચવું, જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. અંગત કાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને. થાકની અસર કામના અંતે વધુ દેખાય અને આરામ કરવાની વૃત્તિ પણ જોવા મળે.

મિથુન:

તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે, કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. તેમાં ઉત્સાહ સારો જોવા મળે મુસાફરી દરમિયાન કોઈ યાદગાર પ્રસંગ પણ બનવા જોગ છે.

કર્ક:

સારા પરિવર્તનના યોગ બની શકે છે. તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે. વ્યવહારુ અભિગમ રાખવો, જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે. પ્રતિભા સારી રહે તમારા કામકાજની સારી નોંધ લેવાય તેનો તમને સંતોષ પણ મળે.

સિંહ:

વાતચીત કરવામાં કાળજી રાખવી, જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે. થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે. આરામ કરવાની વૃત્તિ રહે. નાની-નાની શારીરિક તકલીફ તમને આરામ અને ક્યાંક બેદરકારી પણ કરાવે.

કન્યા:

તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે. તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે. આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે. પરિચિત સાથે ઇતર પ્રવૃત્તિમાં સમય પસાર થાય.

તુલા:

વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે. આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે અને તેનો ખુશીનો ભાવ પણ તમારામાં જોવા મળે તેવું બની શકે.

વૃશ્ચિક:

તમારા કાર્યમાં તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે. હિતશત્રુ હોય તો તે કાબુમાં રહે તેવું બની શકે છે. તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. ખટપટથી દૂર રહેવું તેમજ કામ સિવાય અન્ય વાતચીત ન કરવી પણ હિતાવહ છે.

ધન:

તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે તેવું બની શકે, કંઈક નવું જાણવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે. નવા પરિચય થઈ શકે. તેમાં ખુશી ઉત્સાહનો ભાવ પણ વધુ વર્તાય તેવું બની શકે છે.

મકર:

તમારે વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે. જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો, માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે. ગણતરી પૂર્વક વ્યવહાર કરવા જેથી ક્યાંય કોઈ ગફલત ન થાય.

કુંભ:

કોઈ મુલાકાતમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય, ધીરજ રાખવી હિતાવહ છે. તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે. ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે. મુસાફરી દરમિયાન આરોગ્ય અને ભોજન બાબત ધ્યાન રાખવું.

મીન:

તમને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. કોઈની સાથે મતભેદના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. શાંતિથી સમય પસાર કરવો અને જરૂરિયાત જણાય તેટલી જ વાતચીત કરવી હિતાવહ છે.


Related Posts

Load more