સભ્ય ના થતા હોય તો કહી દો’; ભાજપના સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ પૂર્ણ ના થતા પાટીલે જિલ્લા પ્રમુખ-મહામંત્રીને ખખડાવ્યા

By: nationgujarat
12 Sep, 2024

PM મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. આ પહેલા ભાજપનું સદસ્યતા અભિયાન મંદ ગતિએ ચાલી રહ્યું છે. ભાજપના સદસ્યતા અભિયાનને લઇને કમલમમાં બે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપના સદસ્યતા અભિયાનનો ટાર્ગેટ પૂર્ણ ના થતા પાટીલે જિલ્લા પ્રમુખ-મહામંત્રીને ખખડાવ્યા હતા. આ સાથે જ પીએમ મોદીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવા આદેશ આપવામાં આવ્યો છે.

ભાજપના સદસ્યતા અભિયાનમાં ટાર્ગેટ પૂર્ણ ના થતા કમલમમાં મળેલી બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જિલ્લા પ્રમુખ અને મહામંત્રીને ખખડાવ્યા હતા. સીઆર પાટીલે કહ્યું કે 5-5 હજારની સદસ્યતા નહીં ચાલે, સભ્ય ના થતા હોય તો કહી દો બીજો રસ્તો કરવામાં આવે. આ સાથે જ સીઆર પાટીલે ફરવા જવાના શોખીન જિલ્લાના પ્રમુખ અને મહામંત્રીને પણ ખખડાવ્યા હતા. સીઆર પાટીલે કહ્યું કે,  અભિયાન પછી ફરવા જવું, હાલ અભિયાનમાં લોકોને જોડો.

કમલમ ખાતે બેઠકનું આયોજન

કમલમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ બેઠક જિલ્લા પ્રમુખ અને મહામંત્રીની બેઠક મળશે. જે જિલ્લામાં સદસ્યતા અભિયાન ધીમી ગતિએ ચાલી રહ્યું છે તેને લઇને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે.

બેઠકમાં સદસ્યતા અભિયાનમાં વધુમાં વધુ લોકોને જોડવા માટે પણ આહવાન કરવામાં આવ્યું છે. આ સાથે જ અંબાજીના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં સદસ્યતા અભિયાનમાં વધુ લોકોને જોડવા માટે આદેશ કરવામાં આવ્યો છે.આ સાથે જ વોર્ડમાં પણ લોકોને વધુમાં વધુ ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

કમલમમાં મળેલી બેઠકમાં જે લોકોએ સરકારી યોજનાઓ બનાવી તેનો ડેટા ભેગો કરી તેમને પણ ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે આદેશ કરવામાં આવ્યો છે. પ્રમુખ અને મહામંત્રી જે બુથ વાઇસ વધુ કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યો છે.

credit gstv


Related Posts

Load more