kshatriya Sankalan Samiti: ગુજરાતમાં મતદાન બાદ હવે ક્ષત્રિય સંકલન સમિતિમાં બધુ સમુસુતરૂં હોય તેવું લાગતું નથી. ક્ષત્રિય સંકલ સમિતિના સભ્ય પી.ટી. જાડેજાના હવે સુર બદલાયા છે. તેમણે અચાનક સંકલન સમિતિમાંથી રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે, પી.ટી જાડેજા રાજકોટ સહિતના સંમેલનમાં વારંવાર રૂપાલા અને ભાજપ સામે હુંકાર કરી ચૂક્યા છે. જાહેર મંચ અને મીડિયા સમક્ષ અનેક વખત પીટી જાડેજા આગવા અંદાજમાં અસ્મિતા લડત વિશે બોલ્યા હતાં.
જોકે તાત્કાલિક પી ટી જાડેજા પાણીમાં બેસી જતા અનેક ચર્ચાઓ થઈ રહી છે. પીટી જાડેજા એ કહ્યું સંકલન સમિતિ ને હું ખુલ્લી પાડીશ. પી.ટી. જાડેજા સંકલન સમિતિને ધમકી આપી છે. તેમણે કહ્યું કે, ટુંક સમયમાં હું મોટો પર્દાફાશ કરીશ. હું 11 વર્ષથી કહેતો આવું છું સંકલન સમિતિએ શુ કર્યું.
ક્ષત્રીય સમાજના અલગ અલગ ગ્રૂપ અને સોશિયલ મીડિયામાં એક ઓડિયી વાઇરલ થઈ રહ્યો છે. પીટી જાડેજા એ ઓડિયોમાં સંકલન સમિતિને ગદ્દાર ગણાવી છે. મહિલા સહિત પાંચના ધંધાના પુરાવા હોવાનો દાવો કર્યો છે. અલગ અલગ છ ઓડિયો મેસેજ કરીને સંકલન સમિતિના હોદ્દેદારોને પી.ટી જાડેજા દ્વારા ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. પીટી જાડેજાનો અહમ નહીં સંતોષાતા ઓડિયો મેસેજથી પ્રેસર ટેકનિક અપનાવ્યાની પણ ચર્ચાઓ થઈ રહી છે