શ્રીલંકા નજીક ઈરાની યુદ્ધ જહાજ પર સબમરીન હુમલો

By: Nation Gujarat Team
04 Mar, 2026

આજે અમેરિકા-ઇઝરાયલ-ઈરાન યુદ્ધનો પાંચમો દિવસ છે. રોઇટર્સ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયાની અરામકો ઓઇલ કંપનીની રાસ તનુરા રિફાઇનરી પર બીજો ડ્રોન હુમલો થયો છે. બે દિવસ પહેલા આ રિફાઇનરી પર પણ ઇરાની ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

રાસ તનુરા રિફાઇનરી સાઉદી અરેબિયાની સૌથી મોટી તેલ રિફાઇનરીઓમાંની એક છે, જે દરરોજ આશરે 550,000 બેરલ ક્રૂડ ઓઇલ રિફાઇન કરે છે.

બીજી બાજુ ઈરાને દાવો કર્યો છે કે તેણે પૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનીના પુત્ર મોજતબા ખામેનીને તેના નવા સુપ્રીમ લીડર તરીકે પસંદ કર્યા છે. જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ ખામેનીના અંતિમ સંસ્કાર પછી કરવામાં આવશે.

દરમિયાન, ઇઝરાયલના રક્ષા મંત્રી ઇઝરાયલ કાત્ઝે જણાવ્યું છે કે જે કોઈ પણ ઈરાનના આગામી નેતા તરીકે અલી ખામેનીના સ્થાને આવશે તેને ખતમ કરી દેવામાં આવશે. કાત્ઝે એમ પણ કહ્યું હતું કે ઇઝરાયલ તેને શોધી કાઢશે પછી ભલે તેનું નામ કે સ્થાન ગમે તે હોય

યુદ્ધમાં અમેરિકાના દાવા…

  • ઈરાનના 17 જહાજો તબાહ કરી દેવામાં આવ્યા, જેમાં એક સબમરીન પણ સામેલ છે.
  • આ ઓપરેશનમાં 50,000થી વધુ અમેરિકી સૈનિકો સામેલ છે.
  • લગભગ 200 ફાઈટર જેટ, બે એરક્રાફ્ટ કેરિયર અને બોમ્બ ફેંકનારા વિમાનો સામેલ છે.
  • ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઈલો અને ડ્રોનને ભારે નુકસાન થયું છે.
  • અમેરિકાએ આ યુદ્ધને એપિક ફ્યુરી નામ આપ્યું છે.

Related Posts

Load more