સુરતમાં ફરી એકવાર સોશિયલ મીડિયા સ્ટાર અને વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર પોતાના વિવાદિત નિવેદનો અને આક્રમક વીડિયો માટે જાણીતી સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી છે. સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયા વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કીર્તિ પટેલે પુણા પોલીસ સ્ટેશનની બહાર જઈને બૂમ બરાડા પાડ્યા હતા. એટલું જ નહીં, કીર્તિ પટેલે ફેમિલી વિશે બદનક્ષીકારક વીડિયો બનાવ્યાનો પણ આરોપ લાગ્યો છે.
અગાઉ નયના બારૈયા સાથે લગભગ 21 મહિના સુધી લિવ-ઇન રિલેશનશિપમાં
ભાવનગરના બોરડા ગામના સરપંચના પતિ અને વેપારી રાજુભાઈ ભમ્મરે નોંધાવેલી ફરિયાદ મુજબ, આ બંને મહિલાઓ દ્વારા સોશિયલ મીડિયા પર તેમના પરિવારની ગંભીર બદનક્ષી કરવામાં આવી છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. ફરિયાદી રાજુભાઈએ જણાવ્યું હતું કે, તેઓ અગાઉ નયના બારૈયા સાથે લગભગ 21 મહિના સુધી લિવ-ઇન રિલેશનશિપમાં હતા. સંબંધ પૂરો થયા બાદ નયનાની ઉશ્કેરણીથી કીર્તિ પટેલે રાજુભાઈ અને તેમના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પૂર્વયોજિત ષડયંત્ર રચીને ઝેર ઓકવાનું શરૂ કર્યું હતું.
વ્હોટ્સએપ કોલ પર ધમકી અને અભદ્ર ભાષા
ફરિયાદ મુજબ, ગત 5 જૂન, 2026ના રોજ કીર્તિ પટેલે રાજુભાઈને વ્હોટ્સએપ કોલ કરીને તેમની પત્ની (જેઓ વર્તમાન સરપંચ છે) પર ગંભીર અને ખોટા આક્ષેપો કર્યા હતા. કીર્તિએ ફોન પર અત્યંત અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રાજુભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.