રાજકોટમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો મોટો મુદ્દો સર્જાયો છે. અંધશ્રદ્ધા દૂર કરવા માટે કામ કરતી વિજ્ઞાન જાથા જયંત પંડ્યા અને બ્રમ્હ સમાજ આમને સામને આવ્યા છે. જેમાં સત્યનારાયણની કથા બંધ કરાતા વિવાદ સર્જાયો છે. બ્રહ્મ સમાજ અન્ય સમાજ દ્વારા સર્વ સામાજિક સંસ્થાઓને સાથે રાખીને ધાર્મિક આસ્થા પર વાર કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરાશે તેવું હેમાંગ રાવલે જણાવ્યું. સાથે જ કહ્યું કે, આજે જે પ્રમાણે કરોડો હિન્દુઓની જેનામાં આસ્થા છે તેવા ભગવાન શ્રી સત્યનારાયણની કથા કાર્યક્રમ બંધ કરાવીને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમના મળતીયાઓએ બ્રહ્મ સમાજ અને હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે. હેમાંગ રાવલે કહ્યું કે, નાણાકીય ઉચાપતમાં સાત વર્ષની સજા પામેલો આરોપી જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના નામે ધર્મ અને આસ્થાને પડકારી રહ્યો છે. બ્રહ્મ સમાજ અન્ય સમાજ દ્વારા સર્વ સામાજિક સંસ્થાઓને સાથે રાખીને ધાર્મિક આસ્થા પર વાર કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરાશે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા સનાતન ધર્મમાં રહેલા વિધિવિધાનોનો હંમેશા વિરોધ કરવામાં આવે છે અને સનાતન ધર્મોની આસ્થાને ઠેસ પહોચાડવાનો કોઈ મોકો આ વિજ્ઞાન જાથા અને તેના મળતીયાઓ છોડતા નથી. રાજકોટ નજીક પારડી ખાતે જાથા દ્વારા સત્યનારાયણની કથા બંધ કરાવવામાં આવી તે ખૂબ જ દુઃખદ ઘટના છે અને તેને સહેજ પણ ચલાવી ના લેવાય.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી અને વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન હેમાંગ રાવલે જણાવ્યું હતું કે તેમની સંસ્થા વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન અંધશ્રદ્ધાનો હંમેશા વિરોધ કરે છે પરંતુ ધાર્મિક આસ્થાને સન્માન આપે છે. દેશના મહાન સપૂત ડો બાબા સાહેબ આંબેડકરે પણ આપણા દેશના બંધારણની અંદર પણ દેશના નાગરિકોને પોતાનો ધર્મ અને આસ્થા માનવાની છૂટ આપેલી છે. આજે જે પ્રમાણે કરોડો હિન્દુઓની જેનામાં આસ્થા છે તેવા ભગવાન શ્રી સત્યનારાયણની કથા કાર્યક્રમ બંધ કરાવીને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમના મળતીયાઓએ બ્રહ્મ સમાજ અને હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે.
આ એ જ જયંત પંડ્યા છે જેને નાણાકીય ઉચાપતના કેસમાં કોર્ટે સાત વર્ષની સજા પણ આપેલી છે. તેની સાથે ટેલીફોનીક વાત કરતા આ સખ્સ દ્વારા એમ કહીને ગર્ભિત ધમકી આપવામાં આવી કે “હું શાંતિથી વાત કરું છું ત્યાં સુધી સારું છે” આમ વારંવાર સનાતન ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડતા આ વ્યક્તિ સામે આવનારા દિવસોમાં બ્રહ્મ સમાજ દ્વારા સર્વ સમાજને સાથે રાખીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.