અધિક જેઠ વદ-ત્રીજ
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘિડયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૫ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૦ મિ.
સુરત સૂર્યોદય : ૫ ક. ૫૮ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૫ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૦ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૩ મિ. (સુ) ૬ (ક.) ૪૬ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર : પૂર્વાષાઢા ૨૫ ક. ૧૦ મિ. સુધી પછી ઉત્તરાષાઢા
ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-મેષ, બુધ-મિથુન, ગુરૂ-કર્ક, શુક્ર-મિથુન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-ધન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા)
ગુજરાતી પંચાંગ અનુસાર, 03 જૂન 2026, બુધવારના રોજ અધિક જેઠ વદ ત્રીજ/ચોથ છે. આ દિવસની ચંદ્ર રાશિ ધન છે. રાહુકાળ બપોરે 12:37થી 02:17 સુધી રહેશે.
જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો
મેષ : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે મિલન મુલાકાત થઇ શકે.
વૃષભ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના શેરોના કામમાં સાવધાની રાખવી પડે. આરોગ્યની કાળજી રાખવી.
મિથુન : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવું પડે. આપના કાર્યમાં અન્યનો સાથ મળી રહે.
કર્ક : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ સાથે વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે.
સિંહ : આપની મહેનત અનુભવ આવડત બુદ્ધિથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ખર્ચ ચિંતા અનુભવાય.
કન્યા : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. જમીન મકાન વાહનના કામમાં ધ્યાન રાખવું.
તુલા : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. બઢતી બદલીના કામ થાય.
વૃશ્ચિક : કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે આપને વ્યસ્તતા રહે. સીઝનલ ધંધામાં આવક જણાય. કામનો ઉકેલ આવતો જાય.
ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય. રાજકીય સરકારી કામકાજ અંગે મુલાકાત ગોઠવાય.
મકર : કોર્ટ કચેરીના કાર્યમાં આપે ધીરજ રાખવી. આપને કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલીનો અનુભવ થાય. ખર્ચ જણાય.
કુંભ : વાણીની મીઠાશથી આપને કામમાં સરળતા મળી રહે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા પરેશાની ઓછી થાય.
મીન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ રહે. કામ ઉકેલાતાં રાહત રહે
અગ્નિદત્ત પદમનાભ