વલસાડના ખેરગામમાં સૌથી વધુ 18 ઇંચ, 244 તાલુકા જળબંબાકાર

By: nationgujarat
26 Aug, 2024

છેલ્લા કેટલાંક દિવસોથી મેઘરાજાએ ગુજરાતને ઘમરોળવાની શરુઆત કરી દીધી છે. ગઈકાલે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા. જેના પગલે અમદાવાદ, નવસારી, વલસાડ, ઉમરપાડા, સુરત જેવા શહેરોની પણ હાલત બગડી ગઈ. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના લેટેસ્ટ આંકડા જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ચાલો જાણીએ કે કેવી છે વરસાદની સ્થિતિ

નવસારીના ખેરગામમાં જળબંબાકાર 

ગુજરાતના વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 244 જેટલા તાલુકામાં પાણી જ પાણી થઈ ગયું હતું. નવસારીના ખેરગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અહીં 24 કલાકમાં 18.20 ઇંચ વરસાદ ખાબકી જતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ જોવા મળી. જ્યારે બીજી બાજુ કપરાડામાં 14 ઇંચ તથા ડાંગના આહવા વિસ્તારમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું.

મેઘરાજાની તોફાની બેટિંગ 

છેલ્લા 24 કલાકના આંકડા અનુસાર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં 244 તાલુકા ભીંજાયા હતા. જ્યારે 75 તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો 113 તાલુકામાં 2થી વધુ ઇંચવરસાદ ખાબકતાં રોડ રસ્તા બેટમાં ફેરવાઈ ગયા હતા. લેટેસ્ટ અપડેટ મુજબ 187 તાલુકામાં સરેરાશ 1 ઇંચજેટલો વધાર જોવા મળ્યો હતો. ખેરગામ અને ડાંગના આહવા ઉપરાંત 10 ઇંચ વઘઈમાં, ધરમપુરમાં 9.5 ઇંચ, ડેડિયાપાડામાં 9.4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.


Related Posts

Load more