વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટથી હરાવી રચ્યો ઈતિહાસ,

By: nationgujarat
24 Oct, 2023

AFG Vs PAK: વર્લ્ડકપ 2023માં વધુ એક અપસેટ સર્જાયો હતો.  અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટથી હાર આપી . . પાકિસ્તાને મેચ જીતવા આપેલા 283 રનના ટાર્ગેટને અફઘાનિસ્તાને  49 ઓવરમાં 2 વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો. રહમત શાહે નોટ આઉટ 77 રન બનાવ્યા હતા. કેપ્ટન શાહિદી 48 રને અણનમ રહ્યો હતો. ગુરબાઝે 65 રન અને ઝરદાને 87 રનનુ યોગદાન આપ્યું હતું. અફઘાનિસ્તાનના ટોચના ત્રણ બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી હોય તેવી  આ માત્ર બીજી ઘટના હતી.  આ ઉપરાંત અફઘાનિસ્તાને વર્લ્ડકપના ઈતિહાસનો તેમનો સૌથી મોટો રન ચેઝ કર્યો હતો. અફઘાનિસ્તાને પાકિસ્તાનને પ્રથમ વખત હાર આપી હતી. આ પહેલા 7 વખત પાકિસ્તાન જીત્યું હતું. આજે અફઘાનિસ્તાન સામે હાર બાદ પાકિસ્તાનની ટીમની સેમિ ફાઈનલમાં પહોંચવાની આશા પણ ધૂંધળી બની છે.

અફઘાનિસ્તાન દ્વારા વનડેમાં સૌથી વધુ રનચેઝ

  • 283 વિ પાકિસ્તાન, ચેન્નાઈ, 2023
  • 274 વિ UAE, ICCA દુબઈ, 2014
  • 269 વિ શ્રીલંકા, હંબનટોટા, 2023
  • 268 વિ સ્કોટલેન્ડ, એડિનબર્ગ, 2019

વર્લ્ડકપમાં પાકિસ્તાન ઉલટફેરનું ક્યારે બન્યુ શિકાર

  • 1999, બાંગ્લાદેશે 62 રનથી આપી હાર
  • 2007, આયર્લેન્ડે 3 વિકેટથી આપી હાર
  • 2023, અફઘાનિસ્તાને 8 વિકેટથી હરાવ્યું

પાકિસ્તાને 282 રન બનાવ્યા હતા

અફઘાનિસ્તાન સામેની મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 282 રન બનાવ્યા હતા. કેપ્ટન બાબર આઝમે સર્વાધિક 74 રન બનાવ્યા હતા. બાબર આઝમના આઉટ થયા બાદ ઈફ્તિખારે શાદાબ સાથે ચાર્જ સંભાળ્યો હતો. બંને વચ્ચે 50 બોલમાં 73 રનની ભાગીદારી થઈ હતી. શાદાબે 38 બોલમાં 40 રન અને ઈફ્તિખારે 27 બોલમાં 40 રન બનાવ્યા હતા. નૂર અહેમદે ત્રણ વિકેટ લીધી હતી.

ODI વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની જીત

  • સ્કોટલેન્ડને 1 વિકેટથી હરાવ્યું, ડ્યુનેડિન, 2015
  • ઇંગ્લેન્ડને 69 રનથી હરાવ્યું, દિલ્હી, 2023
  • પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું, ચેન્નાઈ, 2023

વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનનો સૌથી વધુ સ્કોર

  • 288 વિ વેસ્ટ ઈન્ડિઝ, લીડ્ઝ, 2019
  • 286 વિ પાકિસ્તાન, ચેન્નાઈ, 2023
  • 284 વિ ઇંગ્લેન્ડ, દિલ્હી, 2023
  • 272 વિ ભારત, દિલ્હી, 2023

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: અબ્દુલ્લા શફીક, ઈમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ઉસામા મીર, શાહીન આફ્રિદી, હસન અલી, હરિસ રઉફ.

અફઘાનિસ્તાનની પ્લેઈંગ ઈલેવન

અફઘાનિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લા ઉમરઝાઈ, ઈકરામ અલીખિલ (વિકેટકીપર), મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક, નૂર અહેમદ.


Related Posts

Load more