વધારે પાણી પીવાથી કિડનીને નુકસાન થઈ શકે? આ વાતને સામાન્ય ન માનતા, આગળ જતાં ગંભીર પરિણામ આવશે

By: Nation Gujarat Team
02 Mar, 2026

ઘણા લોકોનું એવું માનવું છે કે જેટલા વધારે પ્રમાણમાં પાણી પીવામાં આવે તેટલું આપણા શરીર અને કિડની માટે સારું હોય છે. કિડનીનું કામ આપણા શરીરમાં લોહીને સાફ કરવાનું છે. શરીરમાંથી જરૂરી ટોક્સિક પદાર્થોને અલગ કરવા અને પેશાબ દ્વારા તેને બહાર કાઢવા. જેથી પાણી પ્રક્રિયામાં મદદરૂપ થતું હોય છે. જોકે પાણી જો જરૂર કરતા વધારે પીવામાં આવે તો કિડની પર તેની ગંભીર અસર થઈ શકે છે. જેના કારણે શરીરનું સંતુલન પણ બગડી શકે છે.

વધારે પાણી પીવાથી વારંવાર પેશાબ આવવો, શરીરમાં સોજા રહેવા, માથાનો દુખાવો, થાક અને ચક્કર આવવા જેવી સમસ્યા સર્જાઈ શકે છે. ઘણા લોકોને આવા કેસમાં હાથ પગ ભારે પણ લાગવા લાગે છે અને ઊંઘ પણ સારી નથી આવી શકતી. આ સંકેત દર્શાવે છે કે શરીરમાં જેટલું પાણી જોઈએ તેનાથી વધારે લેવામાં આવ્યું છે. આજે અમે તમને જણાવીશું કે વધારે પાણી પીવાથી કિડનીને કેવી રીતે નુકસાન થઈ શકે છે.

એક્સપર્ટ ડોક્ટરોનું કહેવું છે કે જ્યારે વ્યક્તિ સતત જરૂર કરતા વધારે પાણી પીવે છે, ત્યારે કિડનીને વારંવાર તેને ગાળીને બહાર કાઢવું પડે છે. આવા કેસમાં કિડનીની કાર્યક્ષમતા પર વધારે દબાણ પડે છે. વધારે પાણી પીવાથી શરીરમાં મીઠું અને બીજા ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બગડી શકે છે. જેનાથી સોડિયમનું સ્તર ઓછું થઈ જાય છે.
સોડિયમનું સ્તર ઓછું થતાં સેલ્સમાં પાણી ભરાવા લાગે છે જે મગજ અને માસપેશીઓ માટે નુકસાનકારક છે. કિડની ઠીકથી કામ ન કરી શકે તો પેશાબનો રંગ ઘણો સામાન્ય થઈ જવો અને વારંવાર પેશાબ આવવાના સંકેત થતા હોય છે. લાંબા સમય સુધી આવું રહેવા પર નાજુક કિડની વાળા લોકોની સમસ્યાઓ વધી શકે છે. જેથી જરૂર કરતા વધારે પાણી પીવું પણ કિડની માટે જોખમકારક છે.
દરેક વ્યક્તિ માટે પાણીની જરૂરિયાત એક જેવી નથી હોતી. આ જરૂરિયાત ઉંમર, વજન, વાતાવરણ અને સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે દિવસમાં 2 થી 3 લિટર પાણી પીવું નોર્મલ માનવામાં આવે છે. ગરમીમાં આ માત્રા થોડી વધી જતી હોય છે. સૌથી સરળ રસ્તો એ છે કે તરસ લાગે ત્યારે પાણી પીવું અને પેશાબના રંગ પર ધ્યાન આપવું.
પેશાબનો હળવો પીળાશ પડતો રંગ સામાન્ય માનવામાં આવે છે. જો પેશાબ સાફ છે અને વારંવાર આવી રહ્યો છે તો આ વધારે પાણી પીવાનો સંકેત હોઈ શકે છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે વધારે પ્રમાણમાં પાણી ન પીવાની ખોટી આદત ન રાખવી જોઈએ. કિડનીને સ્વસ્થ રાખવા માટે માત્ર પાણી નહીં પણ સંતુલિત લાઇફસ્ટાઇલ પણ જરૂરી છે.
આ સિવાય કિડનીને સ્વસ્થ રાખવા માટે મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ તેમજ તળેલી વસ્તુઓ ઓછી ખાવી જોઈએ. નિયમિત સમય પર ખોરાક અને ઊંઘ લેવી જરૂરી છે. દુખાવાની કોઈ પણ દવા બને ત્યાં સુધી ન લેવી જોઈએ કારણ કે તે કિડનીને નુકસાન પહોંચાડી શકે છે. બ્લડ પ્રેશર અને શુગરને કંટ્રોલમાં રાખવું કિડની માટે ઘણું જરૂરી છે. સામાન્ય એક્સરસાઇઝ અને સમય સમય પર હેલ્થ ચેકઅપ કરાવવું કિડની માટે ફાયદાકારક છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઈ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. nation gujarat આની કોઈ પુષ્ટિ કરતું નથી.

Related Posts

Load more