Related Posts
વડોદરા મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસુલાત માટે આક્રમક ઝુંબેશ હાથ ઘરવામાં આવી છે. આ કડક કાર્યવાહીના ભાગરૂપે આજે પાલિકાની વેરા વસુલાત શાખાએ મકરપુરા વિસ્તારમાં એસટી બસ ડેપો પર કાર્યવાહી કરી છે. 1 કરોડથી વધુનો મિલકત વેરો બારી હોવાને કારણે પાલિકાએ ડેપોની મુખ્ય વિહવટી ઓફિસને સીલ કરી દીધી છે.
વડોદરા મહાનગર પાલિકા દ્વારા મકરપુરા એસટી ડેપો અને વિભાગીય કચેરીના બાકી નિકળતા કરોડોના વેરા બાબતે અગાઉ અનેક વખત નોટિસ ફટકારી હોવાની માહિતી મળી છે. એસટી વિભાગને વેરો ભરી દેવા માટે પુરતો સમય ફાળવવામાં આવ્યો હતો તેમ છતા વેરો ન ભરાતા પાલિકાએ કડક વલણ અપાનાવ્યું