વડોદરામાં પૂર આવ્યું! વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ઘૂસ્યા, અડધું શહેર પાણીમાં

By: nationgujarat
27 Aug, 2024

Vadodara News : ભારે વરસાદને પગલે વડોદરામાં મેઘતાંડવ જોવા મળ્યું છે. વડોદરામાં મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યુ છે. જેથી વડોદરાના અનેક રાજમાર્ગો પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યાં છે. સમા ઊર્મિ બ્રિજથી અમિતનગર સર્કલ સુધી વિશ્વામિત્રી નદીના પાણી આવી ગયા છે. મંગલપાંડે રોડ, સમા ગામ, સયાજીગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. વડસર, કારેલીબાગ, મુજમહોડા, ફતેગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. તંત્રએ આર્મી અને એરફોર્સને સ્ટેન્ડબાય રાખી છે. મ્યુનિસિપલ કમિશનર, મેયર, ચેરમેન, સાંસદ, વિધાનસભા દંડક, ધારાસભ્યો આખી રાત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં બેસી સ્થિતિનો તાગ મેળવી રહ્યાં છે. વિશ્વામિત્રી નદીની સપાટી કાલાઘોડા બ્રિજ પર 32 ફૂટ પર પહોચી છે. સમા હરણી બ્રિજ પર 40.83 ફૂટ, અકોટા બ્રિજ પર 36 ફૂટ, મંગલ પાંડે બ્રિજ પર 35 ફૂટ પર પહોંચી છે.

શાળા-કોલેજમાં રજા જાહેર
ભારે વરસાદને પગલે વડોદરામાં ભારે વરસાદના કારણે આજે 27 ઓગસ્ટ, 2027 ના રોજ સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારી આર આર વ્યાસે આ જાહેરાત કરી છે. સ્કૂલ સંચાલકોને પરિપત્ર મોકલી સ્કૂલમાં રજા આપવા સૂચના અપાઈ છે. આજે પણ વડોદરામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.


Related Posts

Load more