લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે સંગઠનમાં કર્યા ફેરફાર

By: nationgujarat
08 Dec, 2023

ગાંધીનગર:ગુજરાત કોંગ્રેસે 10 જિલ્લાના પ્રમુખોની  નિમણૂક કરી છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલની નિમણૂક કરવામાં આવી છે. તો રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે લલિત વસોયાની નિમણૂક કરવામાં આવી છે.
અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે પ્રતાપ દુધાત અને જુનાગઢ શહેર પ્રમુખ તરીકે ભરત અમિપરા ની નિમણુક કરવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં પ્રમુખ તરીકે ચેતનસિંહ પરમારની નિમણૂક કરાઈ છે. ખેડા જિલ્લા પ્રમુખ તરીકે ચંદ્રશેખર ડાભી અને આણંદ જિલ્લા પ્રમુખ તરીકે વિનુભાઈ સોલંકીની નિમણૂક કરવામાં આવી છે. વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે જશપાલસિંહ પઢીયારની નિમણૂક કરવામાં આવી છે. નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે પ્રફુલ પટેલની નિમણુક કરાઇ છે. તો ડાંગ જિલ્લા પ્રમુખ તરીકે મુકેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે.

લોકસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે પોલિટિકલ અફેર કમિટીની પણ  જાહેરાત કરી છે. જેમાં 17 સભ્યોનો  સમાવેશ કરવામાં આવ્યો છે.

લોકસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે 40 સભ્યોની ગુજરાત પ્રદેશ ઇલેક્શન કમિટીની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના તમામ અગ્રણી નેતાઓનો પ્રદેશ ઇલેક્શન કમિટીમાં  સમાવેશ કરવામાં આવ્યો છે. ઇલેક્શન કમિટીમાં 40 સભ્યોની  નિમણુક કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલની આગેવાની હેઠળ ઇલેક્શન કમિટીની રચના પણ કરવામાં આવી છે. ધારાસભ્ય અને પૂર્વ ધારસભ્ય સાથે પૂર્વ પ્રમુખો , સિનિયર નેતાઓનો ઇલેક્શન કમીટીમાં સમાવેશ કરવાં આવ્યો છે. અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ સહિતના દિગ્ગજનોના ઇલેક્શન કમિટીમાં નિમણુક કરવામાં આવી છે.


Related Posts

Load more