લગ્ન નોંધણીના બિલમાં શું હશે, માતાપિતા કેવી રીતે વાંધા અરજી કરી શકશે, હર્ષ સંઘવીએ આપ્યો જવાબ

By: Nation Gujarat Team
20 Feb, 2026

લગ્ન નોંધણીના નિયમોમાં સુધારાના બિલને આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું છે. નિયમ-44 હેઠળ સુધારા કરવામાં આવ્યા છે. જે મુજબ હવેથી ગુજરાતમાં લગ્ન નોંધણીમાં 30 દિવસ સુધી વાંધા અરજી રજૂ કરી શકાશે. લગ્ન નોંધણીમાં હવે માતાપિતાનો પણ મોટો રોલ રહેશે. ત્યારે આ બિલ વિશે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું તે જાણીએ.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ બિલના સુધારા વિશે જણાવ્યું કે, લગ્ન નોંધણી બાબતે રાજ્યની લાખો માતાઓની વેદનાને વાચા આપતા મુખ્યમંત્રીઅને તેમની સરકાર પ્રતિબદ્ધ છે. લગ્ન નોંધણીના નિયમમાં રહીને લગ્ન નોંધણીની પ્રક્રિયાના ટ્રાન્સપરન્સી અને કડકાઈની પ્રક્રિયા જાહેર કરાઈ છે. આજે લાખો માતા પિતાની વેદનાને વાચા મળી છે. રાજ્ય સરકાર દ્વારા ખૂબ ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ માતાઓને અદભૂત કવચ સરકારે આપ્યું છે.

હર્ષ સંઘવીએ કહ્યું કે, જૂની અને નવા નિયમમાં 4 બાબતમાં સુધારો કરાયો છે. અગાઉ અરજી વખતે વરવધૂના દસ્તાવેજ લેવામાં આવતા હતા. દસ્તાવેજ અપૂરતા હતા અને હાજરી વગર લગ્ન નોંધાઇ જતા હતા. અગાઉ ગ્રામ્ય લેવલે તલાટી પાસે સત્તા હતી. ત્યારે હવે નવામાં દસ્તાવેજ ચકાસણી વધારી છે. વર-વધૂની હાજરી ફરજિયાત કરી છે. તલાટી ઉપર અધિકારીને સત્તા અપાઈ છે.

તેઓએ આગળ કહ્યું કે, વિધિ વિધાન સાથે મંજૂરી સાથે લગ્ન કરે અને પ્રેમ લગ્નમાં ઓળખ ખોટી ન બતાવે તેવાની ચિંતા કરી છે. નોટરી બનાવે તે નોટરી તમામની હાજરી વગર નોટરી કરે તો તેના પર પગલાં લેવાશે. તલાટી અરજી સ્વીકારી દસ્તાવેજ ચકાસની કરી ઉપરી અધિકારી ફાઇનલ કરી નોંધણી કરાશે. નંબર અને સરનામું લેવામાં આવશે, એટલું જ નહિ લગ્ન નોંધાણીના દિવસે જ માતા પિતાને તમામ વિગત મોકલવામાં આવશે. જો માતા-પિતાને વાંધો હોય તો એ નહિ ચલાવી લેવાય. દીકરી પર દબાણ હશે તો નહિ ચલાવાય. 10 દિવસમાં તમામ વિગત માતા પિતા ને મોકલવામાં આવશે. એક મહિનો નોંધણીની પ્રક્રિયામાં સમય થશે.

પોર્ટલ પણ બનશે 
નવા સુધારા મુજબ, આવનાર દિવસમાં પોર્ટલ બનાવામાં આવશે. નોંધણી કરવાના દિવસે વોટ્સએપમાં માતા-પિતાને જાણ કરવામાં આવશે. લેભાગુ સિસ્ટમમાં એરર શોધી તેને વધુ સારી બનાવવાનો પ્રયાસ કરાશે. જે લેવલ પરથી ખોટુ કરે તેની સામે કાનૂની કાર્યવાહી કરાશે. એક મહિનાનો સમય લોકોને આપ્યો. તમામ પોત પોતાની લાગણી આપી શકે છે.

કોઈ લેભાગુ દીકરીને લઈ જાય એ કેમ ચાલે 
હર્ષ સંઘવીએ કહ્યું કે, દીકરી જ્યારે જન્મે છે ત્યારે પિતાના આંગણે તુલસીનો ક્યારો બની ઉછરે છે. દીકરી યુવાન થાય ત્યારે કોઈ લેભાગુ, ટપોરી દીકરીને સોશિયલ મીડિયા કે ફોસલાવી, સુખી સંપન્ન કે મધ્યમ કે અન્યને ફસાવતા હોય છે. દીકરીના જીવન બગાડવાનું કામ કરતા લેભાગુ ટપોરી દ્વારા કરાય છે. રાજ્યમાં 2 વર્ષમાં નિયમ હતા તેમાં છટકબારી શોધી ટુકડીઓ દ્વારા ષડયંત્ર કરી એરર શોધી દીકરીઓનું જીવન બગાડ્યું છે. જે અધિકારી દીકરીઓના જીવન બરબાદ કરવામાં જોડાયેલા હતા, સાથ આપનાર હત, આ સિસ્ટમમાં આવનાર લોકો સામે પગલાં ભરવામાં આવ્યા છે. અનેક જિલ્લામાં સિસ્ટમમાં રહેલા લેભાગુ લોકોને કેસ કરીને જેલમાં મોકલવામાં આવ્યા. પંચમહાલ જિલ્લામાં કંકોડા કોઈ અને નાથકુવા ગામની ઘટનાનો ઉલ્લેખ હર્ષ સંઘવીએ કર્યો હતો. તેઓએ કહ્યું કે, આ બે ગામમાં એક પણ મુસ્લિમ નહિ. ન કોઈ મસ્જિદ કે દરગાહ નથી. પણ ગામના તલાટીએ અગણિત નિકાહ રજીસ્ટર કઈ રીતે થઈ શકે. આ ધ્યાને આવતા અમે પગલા લીધા હતા.

અમે આ અંગે સૂચનો મંગાવ્યા છે 
તેમણે કહ્યું કે, અમને મજબૂત કવચ બનાવવાની જરૂરિયાત લાગી. સામાજિક સંસ્થા આ વિષયને લઈને સરકારમાં આવી હતી. તેઓ મુખ્યમંત્રી, મને અને કેટલાક મંત્રીઓને મળ્યા. અનેક બેઠકો થઈ. બેઠકમાં સમાજ દ્વારા અનેક મુદ્દા રજૂ કરવામાં આવ્યા. મુદાઓમાં લગ્ન નિયમમાં રહી ને કડકાઈ કઈ રીતે વધારી શકીએ તે દિશામાં સરકારે કામ કર્યું. બધા સમાજના આગેવાન સાથે ચર્ચા કરાઈ. ચર્ચાના અંતે નિર્ણય લેવાયો કે તમામના હિત જળવાય માટે આજે આ નવા નિયમ જાહેર કર્યા છે. તેમાં લોકોના સૂચન માંગવામાં આવ્યા. કોઈ યુવક યુવતી, માતા પિતા, સામાજિક સંસ્થાને નિયમ વધારો કે ઘટાડો કે સુધારો કરવા એક મહિનામાં વાંધા અને સૂચન માંગવામાં આવ્યા છે. કોઈ પણ લોકો આરોગ્ય વિભાગના ઓનલાઇન પોર્ટલ પર સૂચન કરી શકે છે. કાયદાને વાંચી મર્યાદામાં સૂચન હશે તો તે ઉમેરાઈ શકશે. કમિટી પણ બનાવીએ છીએ જે કમિટી સૂચન જોશે અને આવનાર દિવસમાં તે કમિટી નિર્ણય લેશે.

અમારી સરકાર પ્રેમલગ્નના વિરોધમાં નથી
તેઓએ કહ્યું કે, ગુજરાત સરકાર ક્યારેય પ્રેમ લગ્ન કે પ્રેમના વિરોધમાં નથી. પ્રેમ દુનિયાનો સૌથી મોટો પવિત્ર સંબંધ છે. બે અક્ષરનો પ્રેમ દુનિયાને એક સાથે રાખવાનું કામ કરે છે. પરંતુ આ પવિત્ર પ્રેમના સબંધને કપટના માધ્યમથી બદનામ કરવાની કોશિશ કરશે, પ્રેમના નામે દીકરીઓને ફસાવશે, કોઇ પરિવાર ને બરબાદ કરશે તો એવા ટપોરી કે કોઈપણે સરકાર છોડશે નહિ. કાયદો સૌ માટે એક સરખો છે.

સલીમ સુરેશ બની દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો છોડવામાં નહિ આવે
નાયબ મુખ્યમંત્રી તરીકે ગૃહમાં જાહેર કર્યું કે આવા કોઈ પણ તત્વોને છોડીશું નહિ. આવા તત્વો દિકરીઓને જોતા આંખ ઊંચી ન કરે તે કરીશું. સલીમ સુરેશ બની દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો છોડવામાં નહિ આવે. પ્રેમમાં ભોળવાઈ ખોટી જગ્યા પર ફસાય નહિ માટે અનેક કિસ્સાની સ્ટડી કરાઈ. બનાસકાંઠાના કિસ્સામાં ધનિક દીકરીને લેભાગુ તત્વોઓ ફસાવી હતી. નામ બદલી ખોટી માહિતી આપી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ 2 મહિને દીકરીને જાણ થઈ કે ખોટી ઓળખ આપી હતી. દીકરીને ઘરે જવું હતું, ત્યારે હેરાન કરવામાં આવતી હતી. પોલીસ દ્વારા એ કપટ કરનારને એવો પાઠ ભણાવ્યો કે ક્યારેય ભૂલશે નહિ. તેમજ એ દીકરી અન્ય દીકરીને જાગૃત બનાવશે. મહેસાણા, પંચમહાલ, નવસારીના કિસ્સા પણ જોયા.


Related Posts

Load more