ભારતીય ટીમે આશરે એક સપ્તાહ પહેલા સાઉથ આફ્રિકાને હરાવી ટી20 વિશ્વકપ કબજે કર્યો હતો. હવે બીસીસીઆઈ સચિવ જય શાહે મોટી જાહેરાત કરી છે. હકીકતમાં જય શાહે ટી20 વિશ્વકપની ક્રેડિટ હેડ કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાને આપી છે. સાથે બીસીસીઆઈ સચિવ જય શાહે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ચેમ્પિયન્સ ટ્રોફી પર મોટી જાણકારી આપી છે. જય શાહે કહ્યું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર મોટી જાણકારી આપી છે. જય શાહે કહ્યું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં રોહિત શર્મા ભારતીય ટીમની આગેવાની કરશે
નોંધનીય છે કે રોહિત શર્માની આગેવાનીવાળી ભારતીય ટીમે ટી20 વિશ્વકપ ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 7 રને હરાવ્યું હતું. આ રીતે ભારતીય ટીમ બીજીવાર ટી20 વિશ્વ ચેમ્પિયન બની હતી. આ પહેલા ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ટી20 વિશ્વકપ 2007 પોતાના નામે કર્યો હતો. પરંતુ ત્યારબાદ 17 વર્ષ સુધી ભારતીય ટીમને આ ફોર્મેટમાં સફળતા મળી નહીં. પરંતુ હવે રોહિત શર્માએ 17 વર્ષના આ દુકાળનો અંત કર્યો છે.
ટી20 વિશ્વકપ જીતી ભારતે 11 વર્ષથી આઈસીસી ટ્રોફી ન જીતવાના દુકાળનો અંત કર્યો હતો. આ ટી20 વિશ્વકપ પહેલા ભારતે એમએસ ધોનીની આગેવાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2013 પોતાના નામે કરી હતી. પરંતુ ત્યારબાદ ભારતીય ટીમ ઘણીવાર આઈસીસી ઈવેન્ટની સેમીફાઈનલ અને ફાઈનલમાં પહોંચી પરંતુ સફળતા મળી નહીં.