રોહિત નહીં રમે તો અમારી પાસે બે ખેલાડી તૈયાર છે: ગૌતમ ગંભીરનું ટેસ્ટની પ્લેઈંગ 11 મુદ્દે નિવેદન

By: nationgujarat
11 Nov, 2024

ભારતીય ક્રિકેટ આગામી પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા જવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની ની પ્રથમ ટેસ્ટ 22 નવેમ્બરથી રમાશે. આ ટેસ્ટમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન કઈ હશે તેને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર યાદવ અને અભિમન્યુ ઇશ્વરને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે વોશિંગ્ટન સુંદર પણ જગ્યા બનાવવામાં સફળ રહ્યો હતો.

શું પહેલી ટેસ્ટમાં રોહિત શર્મા રમશે? હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે પહેલી ટેસ્ટમાં કયા 11 ખેલાડીઓને મેદાનમાં રમવાની તક મળે છે. પહેલી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કારણ કે કેપ્ટન રોહિત શર્માના પર્થમાં રમાનારી પહેલી મેચમાં રમવા પર શંકા છે. જો તે પહેલી ટેસ્ટ માટે ઉપલબ્ધ નહીં હોય તો તેની જગ્યાએ કોને તક મળશે તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે.

ગંભીરે ભારતની પ્લેઈંગ ઈલેવન વિશે શું કહ્યું  

મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પર્થ ટેસ્ટ માટે ભારતીય ટીમને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રવાના થતા પહેલા પ્રેસ કોન્ફરન્સમાં તેણે બે ખેલાડીઓના નામ પણ કહી દીધા છે. જે રોહિત શર્માનું સ્થાન લઈ શકે છે. સીરિઝની શરૂઆતની મેચ માટેની પ્લેઈંગ ઈલેવન વિશે વાત કરતા ગંભીરે કહ્યું હતું કે, ‘જ્યારે મેચ નજીક આવશે ત્યારે અમે અમારી શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન વિશે જોઈ લઇશું.

રોહિતની જગ્યાએ આ ખેલાડીઓને તક મળી શકે

તેણે કહ્યું કે જો રોહિત પહેલી ટેસ્ટમાં ઉપલબ્ધ નહી હોય તો અમારી પાસે બે વિકલ્પો છે. તે અભિમન્યુ ઇશ્વરન અને કેએલ રાહુલ છે. જો રોહિત ઉપલબ્ધ ન હોય તો આમાંથી કોઈપણને તક મળી શકે છે. ગંભીરે આ દરમિયાન કેએલ રાહુલની પણ પ્રશંસા કરી હતી. અને કહ્યું કે, ‘રાહુલ ટોપ પર, કે નંબર 3 અને નંબર 6 પર બેટિંગ કરી શકે છે. આવું કરવા માટે ખેલાડીઓ પાસે ઘણું ટેલેન્ટ હોવું જોઈએ. બહુ ઓછા ખેલાડીઓ નંબર 3 અને નંબર 6 પર બેટિંગ કરી શકે છે? તે વિકેટકીપિંગ પણ કરી શકે છે. જો રોહિત ઉપલબ્ધ ન હોય તો તે ટીમ માટે આ કામ કરી શકે છે.’


Related Posts

Load more