રેપ કરો, તીર્થયાત્રાનું ફળ મળશે…! કોંગ્રેસના ધારાસભ્યના વિવાદિત નિવેદનનો ગુજરાતના સાંસદનો જવાબ

By: Nation Gujarat Team
18 Jan, 2026

રેપ કરો, તીર્થયાત્રાનું ફળ મળશે… કૉંગ્રેસના મધ્યપ્રદેશના ધારાસભ્ય ફુલસિંગ બારૈયાએ મહિલાઓ માટે એક શરમજનક નિવેદન આપ્યું છે. ત્યારે ગુજરાતના સાંસદ ધવલ પટેલે તેમને સણસણતો જવાબ આપ્યો છે.

મહિલાઓ માટે શું કહ્યું હતું… 
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ધારાસભ્ય ફુલસિંહ બારૈયાએ એક વિવાદિત નિવેદન આપીને રાજકીય તોફાન ઉભુ કર્યું છે. તેઓએ બળાત્કાર જેવા જધન્ય અપરાધને જાતિ અને ધાર્મિક માન્યતાઓ સાથે જોડી દીધું હતું. જેની અનેક સામાજિક સંસ્થાઓએ વખોડી કાઢી છે. મોટી વાત એ છે કે, બારૈયા ખુદ પણ દલિત સમાજમાંથી આવે છે. તેઓ બે દીકરીના પિતા છે.

ફુલસિંહ બારૈયાએ દાવો કર્યો કે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગની મહિલાઓને તેથી નિશાન બનાવવામાં આવે છે કે, કેટલાક પ્રાચીન ગ્રંથોમાં એવી માન્યતાઓ છે કે, આ સમુદાયોની મહિલાઓની સાથે બળાત્કાર કરવાથી પુણ્ય મળે છે. જે તીર્થયાત્રાના બરાબર છે. તેઓએ એમ પણ કહ્યું કે, આ અપરાધ હંમેશા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે, તેનો સંબંધ વિકૃત માનસિકતા સાથે છે.

એક મીડિયામાં ઈન્ટરવ્યૂ આપતા સમયે ફુલસિંહ બારૈયાએ કહ્યું કે, ભારતમાં બળાત્કારના સૌથી વધુ શિકાર કોણ બને છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી. તેઓએ કહ્યું કે, SC, ST અને OBC સમુદાયોની મહિલાઓના સુંદર ન હોવા પર તેમની સાથે બળાત્કાર થાય છે, કારણ કે, આવું તેમના ધર્મગ્રંથોમાં લખાયું છે. એવું લખાયું છે કે, આ જાતિની મહિલાઓની સાથે સંબંધ બનાવવાથી તમને તીર્થયાત્રા જેટલું ફળ મળશે.

મધ્યપ્રદેશના કોંગ્રેસી ધારાસભ્ય ફુલસિંગ બારૈયાને ધવલ પટેલનો જવાબ 
ફુલસિંગ બારીયાએ આપેલા આદિવાસી સમાજની મહિલાઓ માટે આપેલ નિવેદનને ધવલ પટેલે વખોડ્યું છે. કોંગ્રેસના મધ્ય પ્રદેશના ધારાસભ્ય ફુલસિંગ બારૈયાના ‘આદિવાસી મહિલાઓ પર રેપ કરશો તો સ્વર્ગ નસીબ થશે’ આવા વિવાદિત નિવેદન પર ધવલ પટેલે પલટવાર કર્યો છે. ધવલ પટેલે કહ્યું કે, ફુલસિંગ બારૈયા સાથે રાહુલ ગાંધીએ પણ સ્ટેજ સેટ કર્યું હતું, છતાં તેઓને આ વાતનો કોઈ વસવસો નથી. કોઈ એક્શન ન લેવાયા. ત્યારે આદિવાસી સમાજે સમજી જવું જોઈએ કે આદિવાસી સમાજનું આરક્ષણ કોણ લેવા માગે છે અને વિકાસ કોણ કરવા માંગે છે સાથે કોણ ઉભું છે. કોંગ્રેસ જે આદિવાસી-આદિવાસી કરે છે તેઓની માનસિકતા બતાવે છે કે તેઓની વિચારધારા કેટલી ખરાબ છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા આદિવાસી સમાજની સાથે છે અને તેમની પડખે છે અને હંમેશા વિકાસ કરતી આવી છે અને કરશે.


Related Posts

Load more