રૂ. આઠ કરોડને પાર થઈ ‘સાબરમતી રિપોર્ટ’ની કમાણી, સિંઘમ અગેન અને ભૂલ ભૂલૈયા 3 વચ્ચે જોરદાર ટક્કર

By: nationgujarat
20 Nov, 2024

Box Office Report: દિવાળી બાદથી જ બોક્સ ઓફિસ પર ધડાધડ અનેક ફિલ્મો રિલીઝ થઈ છે. સિંઘમ અગેન અને ભૂલ ભૂલૈયા 3 વચ્ચે કાંટાની ટક્કર થઈ હતી અને આ ટક્કરમાં કાર્તિક આર્યનની ફિલ્મ અજય દેવગણની ફિલ્મ પર ભારે પડી ગઈ છે. અનેક ફિલ્મો રિલીઝ થાય છે અને તે ક્યારે થિયેટરોમાંથી છૂ થઈ જાય તેની ખબર પણ નથી પડતી. તો ચાલો હાલમાં રિલીઝ થયેલી ફિલ્મોની બોક્સ ઓફિસ સ્થિતિ કેવી છે.

સિંઘમ અગેન

રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી કોપ ડ્રામા ફિલ્મ ‘સિંઘમ અગેન’ની બોક્સ ઓફિસની સ્થિતિ ખરાબ છે. 350 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ ફ્લોપ થવાના આરે છે. કમાણીના આંકડા દિવસે-દિવસે ઘટી રહ્યા છે. ફિલ્મે 19માં દિવસે બોક્સ ઓફિસ પર 1.45 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ આ ફિલ્મે અત્યાર સુધીમાં કુલ રૂ. 233.52 કરોડનો બિઝનેસ કરી લીધો છે.

‘ભૂલ ભુલૈયા 3’ એ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ફિલ્મ કાર્તિકના કરિયરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. અનીસ બઝ્મીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું બજેટ 150 કરોડ રૂપિયા છે. ‘રુહ બાબા’ની કોમેડી અને હોરર ફિલ્મે દર્શકોનું દિલ જીતી લીધું છે. ફિલ્મે 19માં દિવસે બોક્સ ઓફિસ પર 2.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. બીજી તરફ ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 235.5 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે.

ધ સાબરમતી રિપોર્ટ

ગોગોધરા કાંડનું સત્ય ઉજાગર કરતી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને મોટા નેતાઓ તરફથી પ્રશંસા મળી રહી છે, પરંતુ તે બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન નથી કરી રહી. વિક્રાંત મેસીની આ ફિલ્મ શરૂઆતના દિવસે જ ફ્લોપ સાબિત થઈ હતી. જોકે, વીકએન્ડ પર તેની કમાણીમાં થોડો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ ફરી તે પડી ભાંગી હતી. ફિલ્મે રિલીઝના પાંચમા દિવસે 1.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સાથે તેણે અત્યાર સુધીમાં કુલ રૂ. 8.75 રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે.

કંગુવા

સાઉથના સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મ ‘કંગુવા’એ દર્શકો અને નિર્માતાઓની અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું છે. 350 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ રિલીઝના પહેલા સપ્તાહમાં જ પાટા પરથી ઉતરી જશે તેવું લાગી રહ્યું છે. ફિલ્મે તેની રિલીઝના પાંચમા દિવસે બોક્સ ઓફિસ પરથી માત્ર 3.15 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ‘કંગુવા’ની કુલ કમાણીની વાત કરીએ તો તેણે અત્યાર સુધીમાં 59.65 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.


Related Posts

Load more