રાજકોટ ભાજપમાં ફરી વિવાદ સામે આવ્યો – મેયર – ધારાસભ્ય વચ્ચે તુતુમેમે કયા કારણો સર વિવાદ થયો છે જાણો

By: nationgujarat
10 Oct, 2025

શિસ્ત બંધ પાર્ટી ભાજપમાં હવે અવારનાવાર વિવાદ સામે આવી રહ્યા છે લાગે છે કે પાર્ટીના કાર્યકર્તાઓ હવે શિસ્તબંઘ રહેવાથી અકળાયા હોય આ અમે નથી કહેતા પણ જે રીતે સતત જુદા જુદા વિસ્તારમાથી સમાચાર આવે છે તેના પરથી લાગે છે .સુરત પછી હવે રાજકોટ થી સમાચાર આવ્યા છે કે મેયર અને ઘારાસભ્ય વચ્ચે તુતુ મેમે ની ઘટના બની છે. અમિત શાહે રાજકોટ ખાતે પ્રવાસ કર્યો હતો જેમા આંતરિક જુથવાદ ટાળવા બેઠક યોજી હતી તે સમયે બેઠકમાં શું થયુ તેની વિગત સામે આવી નથી પરંતુ આજે ડખો થયો છે તેવિગત સામે આવી છે. રાજકોટમા ઘારાસભ્ય અને મેયર બે મહિલાઓ વચ્ચે તુતુમેમે થતા રાજકારણીઓમા ચર્ચા કરવામાં આવી છે.

રાજકોટ ઘારાસભ્ય અને મેયર વચ્ચે કાર્નિવલમાં ઘારાસભ્યના નામ અંગે બોલાચાલી થઇ હતી. મેયરે દાવો કર્યો હતો કે કાર્નિવલમાં આમંત્રણમાં ધારાસ્યએ પોતાનુ નામ લખવા કહ્યુ હતું  અને અન્ય ધારાસભ્યોના નામ ન લખવા કહ્યુ હતું ઘારાસભ્યએ મારી સાથે તુતારી કરી વાત કરી હતી. કાર્નિવલ નો કાર્યક્રમ રાજકોટ શહેરનો છે તેમ છતા ઘારાસભ્યએ ફકત તેમનુ નામ લખવા જણાવ્યું.

તાજેતરમાં રાજકોટ શહેરના પુનિત નગર વિસ્તારમાં મહાનગર પાલિકાની વોર્ડ ઓફિસ અને શહેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ ભાવુક થઇ ગયા. તેમણે કહ્યુ હતું કે મારી છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મને બદનામ કરવામાં આવી રહી છે. લીલુબેન જાદવે મીનાબેન આચાર્ય સાથે મળી ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી સમય માંગ્યો હતો. તાર પછી આ વિવાદને શાંત કરી દેવાયો છે તેમ શહેર પ્રમુખે કહ્યુ હતું.

આ પહેલા સાંસદ રામ મોકરિયા ને લઇ વિવાદ શરૂ થયો હતો. તેમણે તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા વિવાદ સર્જાયો હતો. તેમણે પોસ્ટ કરી હતી તે હાલાતો સે ડરને વાલા મત સમજના આજ હવા તેરી હે કલ તુફાન હામારા હોગા  હાથી ચાલે બજાર કુતે ભોકતે હજાર તેમણે આ સાથે દિલ્હી થી સાંસદો સાથે ફોટો શેર કર્યો હતો.

 


Related Posts

Load more