રાજકોટ – પુર્વ સીએમના પત્નિ અંજલી રૂપાણી સહિત 70 કારોબારી સભ્યની ભાજપે નિમણૂંક કરી

By: Nation Gujarat Team
09 Mar, 2026

રાજકોટ મનપાની ચૂંટણીની આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, શહેર ભાજપ પ્રમુખ દ્વારા તાજેતરમાં સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે રાજકોટ ભાજપના તમામ 18 વોર્ડના પ્રભારી તેમજ 70 કારોબારી સભ્યની નિમણૂંક કરવામાં આવી છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલી રૂપાણીને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

રાજકોટ શહેર ભાજપના ત્રણેય મહામંત્રીને વિધાનસભા મુજબ ઝોનની ફાળવણી

વલ્લભભાઈ દુધાત્રાને પૂર્વ વિધાનસભા 68, લલિતભાઈ વાડોલિયાને પશ્ચિમ વિધાનસભા 69, અને યોગેન્દ્રસિંહ જાડેજાને વિધાનસભા 70,71ની જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે દ્વારા તારીખ 8 માર્ચ 2026ને રવિવારના રોજ શહેરના તમામ 18 વોર્ડના પ્રભારી, કારોબારી સભ્ય તેમજ વિધાનસભા વાઈઝ ઝોનની જવાબદારી મહામંત્રીને સોંપવામાં આવી છે.

રાજકોટ શહેર ભાજપ કારોબારી સભ્ય

પૂર્વ પ્રમુખ કશ્યપભાઈ શુકલા, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, પૂર્વ મહિલા પ્રમુખ કિરણબેન માંકડિયા, પૂર્વ ઉપપ્રમુખ પૂજાબેન પટેલ, પૂર્વ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, કિશોરભાઈ રાઠોડ સહીત 70 લોકોની નિમણુંક કરવામાં આવી છે આ ઉપરાંત રાજકોટ શહેર ભાજપના ત્રણેય મહામંત્રીને વિધાનસભા મુજબ ઝોનની ફાળવણી કરી દેવામાં આવી છે.


Related Posts

Load more