રાજકોટ અગ્નિ કાંડને લઇ આવતીકાલે કોંગ્રેસે આપ્યુ બંધનુ એલાન

By: nationgujarat
24 Jun, 2024

રાજકોટ TRP ગેમઝોન અગ્નિ કાંડ મામલે આવતીકાલે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે આ બંધના એલાન પહેલા મોટો નિર્ણય થઈ શકે છે. આ મામલામાં 3 IAS અને IPS સામે ગુનો દાખલ થઇ શકે છે.. આ માટે સરકારની લીલી ઝંડીની રાહ જોવાઇ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજકોટ અડધો દિવસ બંધ રાખવા આહવાન કર્યુ છે. આવતીકાલે અગ્નિકાંડને એક માસ થવા જઇ રહ્યુ છે અને હજુ સુધી કોઇ નક્કર પગલા આરોપીઓ ને મળ્યા નથી આ મુદ્દે શક્તિસિંહે પ્રેસ કરી હતી. કોંગ્રેસ ભોગ બનનાર પરિવારની સાથે છે.

2 અધિકારીઓના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયા છે

TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે ટીપી વિભાગના 2 અધિકારીઓના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે. ટીપી વિભાગના 2 અધિકારીઓ જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણા,આ બન્ને અધિકારીની સામે બનાવટી કાગળ ઊભા કરવાનો આરોપ લાગ્યો છે


Related Posts

Load more