રાજકુમાર જાટ આપઘાત કેસ – ગણેશ ગોંડલને ક્લીન ચિટ – રિપોર્ટ કોર્ટમાં સબમીટ કરવામાં આવ્યો,

By: Nation Gujarat Team
09 Mar, 2026

ગોંડલમાં રાજકુમાર જાટ આપઘાત કેસમાં ગણેશ ગોંડલનો હાથ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ કેસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી હતી. એસઆઇટીની ટીમ દ્વારા તપાસમાં સીસીટીવી કેમેરા તેમજ પુરાવવા એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ તપાસમાં ગણેશ સામે કોઇ યોગ્ય પુરાવવા ન મળતા એસાઇટીની ટીમે હાઇકોર્ટમા ગણેશ ગોંડલને ક્લીનચીટ આપી છ. મૃતક રાજકુમાર ના પરિવાર દ્વારા ગણેશ ગોંડલ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા. પોતાના પુત્રની હત્યા કરવામાં આવી હોવાની હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટ આ સમગ્ર કેસની તપાસ એસઆઇટીની સોપી હતી.

કેસની વિગત

માર્ચ 2025માં UPSC ની તૈયારી કરતા રાજકુમાર જાટનો મૃતદેહ રહસ્યમય રીતે પુલ નીચેથી મળ્યો હતો. પરિવારનો આક્ષેપ હતો કે ગણેશ ગોંડલે તેની હત્યા કરી છે, જેના પગલે હાઈકોર્ટે સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં SIT ની રચના કરી હતી.

  • નાર્કો ટેસ્ટ (Narco Test): ગણેશ ગોંડલનો ગાંધીનગર FSL ખાતે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટના પરિણામો અને તેમાં પૂછવામાં આવેલા 31 સવાલોના જવાબો ફરિયાદીના આક્ષેપોને સમર્થન આપતા નથી.
  • CCTV અને CDR: SIT એ ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેઈલ રેકોર્ડ્સ (CDRs) ની ઊંડાણપૂર્વક તપાસ કરી હતી, જેમાં ગણેશ ગોંડલ વિરુદ્ધ કોઈ વાંધાજનક કડી મળી નથી.
  • સાક્ષીઓના નિવેદનો: તપાસમાં નોંધાયેલા સાક્ષીઓના નિવેદનો પણ અકસ્માતની થીયરીને સમર્થન આપે છે.

Related Posts

Load more