રાહુલ ગાંઘી વાયનાડથી છે સાંસદ અને હવે તેમના સભ્ય પદને લઇ મહત્વના સમાચાર આવ્યા છે તેમના સભ્ય પદને પુન સ્થાપિત માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતા મનિષ દોષિએ સભ્ય પદ ને લઇ જણાવ્યું કે આ અંહિસાની જીત છે. રાહુલ ગાંઘીને માનહાની કેસમાં સુપ્રિમ કોર્ટથી સજા પર સ્ટે મળ્યો હતો અને હવે ફરી સાંસદ પદ મળી શકે છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે, સોમવારે સત્રની શરૂઆત પહેલા લોકસભા સચિવાલય દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને સુરતની કોર્ટે 2 વર્ષની સજા ફટકારી હતી, જેના પર ગયા શુક્રવારે સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો હતો. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીને સંસદ સભ્યપદ પરત મળી ગયું છે.
મોદી સરનેમ માનહાનિ કેસમાં 23 માર્ચે રાહુલને નીચલી અદાલતે બે વર્ષની સજા ફટકારી હતી. SCએ 134 દિવસ બાદ આ કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી હતી. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ છે.