રસોડામાં દેખાતો એક વંદો પણ છે ખતરનાક! ડાયેરિયાથી લઈને અસ્થમા સુધી… વધી શકે છે આ 5 આરોગ્ય સમસ્યાઓ

By: Nation Gujarat Team
31 Jul, 2026

ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં વંદાઓ જોવા મળે છે. તેની આશરે 3,500થી વધુ પ્રજાતિઓ છે. આપણા દેશમાં, આજે મોટાભાગના ઘરોમાં વંદાઓ સામાન્ય છે. ગંદા અને ધૂળવાળા વિસ્તારોમાં જોવા મળતા વિવિધ કદના વંદાઓ બીમારીનું મુખ્ય કારણ છે.

ગંદા અને ધૂળવાળા વિસ્તારોમાં જોવા મળતા વિવિધ કદના વંદાઓ બીમારીનું મુખ્ય કારણ છે. આ જ કારણ છે કે ઘણા લોકો તેમના ઘરમાંથી તેમને દૂર કરવા માટે વિવિધ પદ્ધતિઓ અજમાવી રહ્યા છે.

ડાયેરિયા : વંદો ગંદકી, ગટર, કચરાના ઢગલા અને દૂષિત સ્થળોએ ફરતો હોવાથી તેના શરીર અને પગ પર અનેક પ્રકારના બેક્ટેરિયા હોય છે. જ્યારે તે રસોડામાં રાખેલા ખોરાક અથવા વાસણો પર ફરે છે ત્યારે આ જીવાણુઓ ખોરાકમાં પહોંચી શકે છે. આવા દૂષિત ખોરાકનું સેવન કરવાથી ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે.

કોલેરા : વંદો દૂષિત પાણી અને ગંદી જગ્યાઓમાંથી વાઇબ્રિયો કોલેરી જેવા બેક્ટેરિયા ખોરાક સુધી પહોંચાડવામાં ભૂમિકા ભજવી શકે છે. જો આવા બેક્ટેરિયાથી દૂષિત ખોરાક અથવા પાણીનું સેવન કરવામાં આવે તો કોલેરાનો ચેપ લાગી શકે છે. કોલેરામાં દર્દીને સતત ઉલ્ટી, શરીરમાં પાણીની ઉણપ અને ભારે નબળાઈ જેવા લક્ષણો અનુભવાય છે.

ઉધરસ : વંદાના શરીરના કણ, તેની લાળ અને મળ હવામાં ભળીને એલર્જી અને શ્વસન સંબંધિત સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને દમના દર્દીઓમાં આ અસર વધુ જોવા મળી શકે છે. તેના કારણે સતત ઉધરસ, શ્વાસ લેવામાં પ્રોબ્લેમ, તાવ અને શરીરમાં દુખાવો થઈ શકે છે.

પોલિયો : વંદો ગંદકીમાંથી જીવાણુઓ અને અન્ય રોગકારક સૂક્ષ્મજીવ ખોરાક સુધી પહોંચાડીને ચેપનું જોખમ વધારી શકે છે. પોલિયોના લક્ષણોમાં તાવ, થાક, માથાનો દુખાવો, હાથ અને પગમાં દુખાવો થઈ શકે છે. ભારત હાલમાં પોલિયો મુક્ત દેશ છે. છતાં સાવચેતી રાખવી જરૂરી છે.

મેનિન્જાઇટિસ : મેનિન્જાઇટિસ મગજ અને કરોડરજ્જુમાં થતો ગંભીર રોગ છે. કેટલાક બેક્ટેરિયા અથવા વાયરસના સંક્રમણથી આ રોગ થઈ શકે છે. વંદો ગંદકીમાંથી જીવાણુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈને ચેપનું જોખમ વધારી શકે છે.

વંદાથી થતી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ : વંદાના શરીર, મળ અને તેના છોડેલા કણો ઘણા લોકોમાં એલર્જીનું કારણ બની શકે છે. ખાસ કરીને ઘરમાં લાંબા સમય સુધી વંદા રહેતા હોય તો શરદી, ઉધરસ, અસ્થમા, દમની તકલીફ, કાનમાં ચેપ, ત્વચાનો રોગ, ખંજવાળ, આંખોમાં બળતરા અને સાઇનસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.


Related Posts

Load more