યુક્રેન પર રશિયાનો વિનાશક હુમલો : 450 ડ્રોન, 70 મિસાઈલો ઝીંકતા 1100 બિલ્ડિંગોને અસર, 5 રાજ્યોમાં અંધારપટ

By: Nation Gujarat Team
03 Feb, 2026

Russia Ukraine War : અબુધાબીમાં શાંતિ ચર્ચા યોજાય તે પહેલા રશિયાએ યુક્રેન પર ભયાનક હુમલો કર્યો છે. રશિયાએ 450 ડ્રોન અને 70 મિસાઈલો ઝિંકતા યુક્રેનમાં મોટી તબાહી સર્જાઈ છે. હુમલાના કારણે પાંચ રાજ્યોમાં અંધારપટ થવાની સાથે વિજળી અને પાણી ઠપ્પ થઈ ગયા છે. એટલું જ નહીં 1100 બિલ્ડિંગોને પણ અસર થઈ છે.

ઝેલેન્સ્કીએ રશિયા પર કર્યો ગંભીર આક્ષેપ

યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કીએ આજે (3 ફેબ્રુઆરી) કહ્યું છે કે, ‘રશિયાએ આખી રાત યુક્રેન પર મોટો હુમલો કર્યો છે. તેણે 450 રેન્જના ડ્રોન અને 70 મિસાઈલો ઝીંકી છે. રશિયાએ યુક્રેનના પાંચ રાજ્યોમાં વીજળી ગ્રીડને નિશાન બનાવી છે. રશિયા અમારા નાગરિકોને કડકડતી ઠંડીમાં વીજળી, પાણી અને હીટિંગ જેવી મહત્ત્વની સુવિધાઓથી વંચિત રાખવા માંગે છે. હુમલામાં 10 લોકોને ઈજા થઈ છે. રશિયા વ્હૂયાત્મક રસ્તો અપનાવવાના બદલે લોકોને ડરાવવામાં વિશ્વાસ રાખે છે.’


Related Posts

Load more