મોટી અપડેટ: PSIની શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર થયો, જાણો હવે ક્યારે યોજાશે આ પરીક્ષા
By: nationgujarat
07 Sep, 2025
ગાંધીનગર : બિન હથિયારી PSI(મોડ-2)ની બઢતીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારે વરસાદના કારણે શારીરિક કસોટીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બિન હથિયારી PSI(મોડ-2)ની બઢતી માટેની શારીરિક કસોટી 8 થી 13 સપ્ટેમ્બર દરમિયાન શારીરિક કસોટીનું આયોજન કરાઈ ખાતે આવેલા પોલીસ અકાદમીના સિન્થેટિક મેદાન ખાતે કરાયું હતું.
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને પગલે 8 અને 9 સપ્ટેમ્બરના રોજ બિન હથિયારી PSI(મોડ-2)ની બઢતી માટે યોજાનાર શારીરિક કસોટી રદ કરવામાં આવી છે. આ શારીરિક કસોટી 10 થી 13 સપ્ટેમ્બર દરમિયાન રાબેતા મુજબ યોજાશે. જેમાં 8 સપ્ટેમ્બરની શારીરિક કસોટી 14 સપ્ટેમ્બરના રોજ યોજાશે અને 9 સપ્ટેમ્બરની શારીરિક કસોટી 15 સપ્ટેમ્બરના રોજ યોજાશે.